________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાવનામૃત
૧૭૩
આપની કૃપા જોઈએ. અમારી તો શક્તિ જ નથી. હા, આપ અમારામાં શક્તિનો સંચાર કરો તો કામ થઈ શકે.... જરૂર.
પ્રભો! આપ અરૂપી છો! અમે અરૂપી વસ્તુનું ધ્યાન કેવી રીતે ધરીએ? આપના અરૂપી રૂપને મૂર્તિમાન બનાવીને તેનું ધ્યાન અમે કરી શકીએ. જો આપની કૃપા મળી જાય તો આ કાર્ય સરળ બની શકે. અમારા આત્મ-પાત્રમાં નિરંતર આપની કૃપા વરસતી રહો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યદ્યપિ આપ ચતુર્ગતિમય સંસારથી બહાર છો, તથાપિ સાંભળ્યું છે કે જે કોઈ આપનું ધ્યાન ધરે છે તે આપના જેવો બની શકે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ કહ્યું છે: ‘તું હી અળગો ભવ થકી પણ ભવિક તાહરે નામ રે,
પાર ભવનો તેહ પામે, એહ અરિજ કામ રે...’
હે પ્રભુ! આપનું ધ્યાન ધરતાં ધરતાં ભવ્યાત્મા આપના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. પ્રભો! આપની પાસે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય છે. અમે એમ નથી કહેતા કે આપ આજ ને આજ અમને બધું આપી દો. પરંતુ થોડું થોડું પણ આપવાની કૃપા કરો. અમને વિશ્વાસ છે કે આપ આપો છો... હા, આપવાની રીત અમે નથી જાણતા. આપમાં રાગદ્વેષ નથી છતાં ય આપ આપો છો!
E
હે અનંત સિદ્ધ ભગવાન! આપ અરૂપી બન્યા, સિદ્ધિગતિના ભાગી બન્યા, આપની પાસે અનુપમ, અકથનીય ગુણસમૃદ્ધિ છે, તેમાંથી આપ કાંઈ પણ આપી દો. મન-વચન અને કાયાથી અમે આપને સમર્પિત છીએ. ભવોભવ અમને આપનું શરણું આપો. ચા૨ ગતિથી છુટકારો કરી દો. ભવભ્રમણથી મુક્ત કરી દો. રાગ-દ્વેષ, આધિ, વ્યાધિ જન્મ-મરણથી છુટકારો કરી દો. આપ અમારી વિનંતીનો સ્વીકાર કરો.... આપ જ અમારા ‘યોગક્ષેમ’ કરનારા છો.
ૐઆચાર્ય-પદ
號
કે વિશ્વવંદનીય!
પંચાચારની પ્રભાવના કરનારા આચાર્ય ભગવંત! આપના ચરણોમાં અમે વંદના કરીએ છીએ. આપ ‘પંચપરમેષ્ટિમાં તૃતીય પદ ઉપર આરૂઢ છો. આપે આપના જીવનને પંચાચારથી પવિત્ર બનાવ્યું છે. આપ પરમાત્મ શાસનને
For Private And Personal Use Only