________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું છે. અમે આપનું ધ્યાન નિશદિન ધરીએ છીએ. જ્ઞાની મહાપુરુષોએ ફરમાવ્યું છે કે જે મનુષ્ય જેવું ધ્યાન ધરે છે તે તેવો બને છે; એ માટે અમે દિન-રાત આપનું ધ્યાન ધરીએ છીએ. પરમાત્માના શાસનમાં આપને “પરમેષ્ઠિ'માં સ્થાન પ્રાપ્ત થયેલું છે. અમે વારંવાર આપને પ્રાર્થના કરીએ છીએ કે અમારાં મોહનાં બંધન તૂટી જાય.
હે પ્રભો! આપ કૃપા કરો, કે જેથી અમારાં કર્મબંધન તૂટે અને અને ઉચ્ચ કક્ષાની સાધુતાને પ્રાપ્ત કરી શકીએ.
- દર્શન-પદ કે
હે મહાનું દર્શનપદ!
આપ જ મોક્ષમાર્ગનું મૂળ છે. જ્યાં સુધી આપના પ્રત્યે અમારો વિશ્વાસ સ્થાપિત ન થાય, અમારો આત્મા આપના પ્રત્યે સમ્યમ્ શ્રદ્ધા ધારણ ન કરે, અમારા હૃદયમંદિરમાં જ્યાં સુધી આપનો વાસ ન થાય, તે પણ વ્યવહારથી નહીં પરંતુ નિશ્ચયથી જ્યાં સુધી આપ અમારા હૃદયમાં ન વસો ત્યાં સુધી અમે કેવી રીતે શ્રદ્ધા કરીએ કે અમારો મોક્ષ નિશ્ચય થશે?
ધન્ય છે શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજાને! જેમના હૃદયમંદિરમાં આપની સ્થાપના થઈ હતી. તે સ્થાપના પણ કેવી? શાશ્વતુ! જેનું ક્યારેય ઉત્થાપન થવાનું નહીં! જેમની પ્રશંસા પરમાત્મા જિનેશ્વર દેવોએ પણ કરી!
પરંતુ અમારી તો સ્થાપના જ વિચિત્ર છે! ક્ષણમાં તો અમે આપની સ્થાપના કરી લઈએ છીએ કે “સુદેવ-વીતરાગ સર્વજ્ઞ, નિર્ઝન્થ ગુરુ અને કેવળી ભગવાનના ધર્મ સિવાય બીજા કોઈનાં ચરણ નહીં પકડીએ'; પરંતુ ક્ષણ પછી જ સ્વાર્થવશ ઉત્થાપન કરતાં ય વાર નથી લાગતી! અમારામાં મિથ્યાવાસનાઓ ભરેલી પડી છે. અમારું શ્રદ્ધાન કેવી રીતે સમ્યફ થઈ શકે? જ્યાં શ્રદ્ધાન જ સમ્યફ ન હોય તો મોક્ષ કેવી રીતે થઈ શકે? એક દૃષ્ટિએ વિચારીએ તો ત્યાં સુધી અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવાન, આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ પણ ઉપકાર નથી કરી શકતા. સમ્યફ શ્રદ્ધાન વિના, ગમે તેવો ઉચ્ચ સુયોગ મળી જાય તો પણ અમારું કલ્યાણ ન થઈ શકે.
હે કૃપાળુ દર્શનપદ! જ્યાં સુધી અમારા હૃદયમાં આપ ન પધારો ત્યાં સુધી અમે ગમે ત્યાં જઈએ, અમારી દૃષ્ટિ દોષ જ ગ્રહણ કરે છે. પરંતુ હવે આપ
For Private And Personal Use Only