________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
રોષ કર્યા વગર શાંતિથી શરીર સાફ કર્યું. અરુચિ બિલકુલ પેદા ન થઈ. સેવાની ભાવનાથી બધું કર્યું અને આગળ વધ્યા. જ્યાં દશ ડગલાં ગયાં, ત્યાં ફરીથી વિષ્ટા કરી.
આમ છતાં વૈયાવચ્ચનો ભાવ જરાય ઢીલો ન પડ્યો, મનમાં એવો વિચાર ન આવ્યો કે ‘આટ-આટલી સેવા કરુંછું, તેની કોઈ કિંમત નહીં.... કોઈ સભ્યતા નહીં.... ઉ૫૨થી મને દબડાવે છે?’
આપણે હોઈએ તો? સંભળાવી દઈએ ને કે :
'ઠીક, ચાલતો થા તું. સભ્યતાનો ખ્યાલ પણ નથી રાખતો? સેવા કરીએ છીએ, છતાં આવું સાંભળવાનું? આ પડી તમારી સેવા, આવું સાંભળવા માટે સેવા નથી કરતા.... સમજ્યા?' સાચું કહો, આવું જ સંભળાવો ને?
નંદિષેણ મુનિના મનમાં રોષ નહીં, અરુચિ નહીં. સેવાનો પાકો રંગ કે તે ઊતરે જ નહીં! ભલે ગરમ પાણીમાં નાંખો; સાબુ ઘસી નાખો, પણ રંગ તે રંગ-પાકો! લેશ માત્ર ઊતરે નહીં, કાચો રંગ હોય તો? જરાક પાણી નાખ્યું ને સાબુ લગાવ્યો કે રંગ ખલાસ!
સેવાનો રંગ-વૈયાવચ્ચનો રંગ એવો પાકો લાગી જાય કે ગમે તેવી કસોટી થાય પણ ફિક્કો ન પડે. મુનિનું શરીર ફરીથી બગડ્યું. ગરમાગરમ અને ખારાખારા શબ્દો! છતાં ભાવમાં કોઈ ફેર નહીં. અંતે તે સાધુ નીચે ઊતર્યા. પોતાનું દેવરૂપ પ્રગટ કરી મુનિ નંદિષણના ગુણનાં વખાણ કર્યાં અને પોતાના સ્થાને ચાલ્યો ગયો. અત્યંતર તપ માટે નંદિષેણ મુનિનું ધ્યાન અનેક પ્રકારની પ્રેરણા આપે છે. કેવું હશે તેમનું મનોબળ? કેવું હશે તેમનું ઉત્તમ લક્ષ? મુનિવેષધારી દેવે એમની સેવાના ભાવ તોડી નાંખવા કેવા ઘણ માર્યા?.... છતાં એ દૃઢ ભાવને તોડી ન શક્યો. સારું છે કે આજે આપણી પરીક્ષા લેવા કોઈ દેવ આવતો નથી. શું આવે? કોઈ દૃઢ ગુણ હોય તો આવે ને! મામૂલી પ્રહારમાં જ જ્યાં ભાવો તૂટી જતા હોય છે, ત્યાં ભયંકર પ્રહારોની તો વાત જ ક્યાં?
એક ભિખારીનો ત્યાગ!
બાહ્ય તપ માટે આદર્શ છે એક ભિખારીનું.
એક ભિખારી એક મુનિરાજના સંપર્કમાં આવ્યો. મુનિએ તેને પ્રતિજ્ઞા આપી: એક અનાજ એક વિગઈ અને એક શાકભાજીથી વિશેષ કંઈ ખાવાનું નહીં. ભિખારીનું શરીર રોગગ્રસ્ત હતું. ભિખારીના ભિક્ષાપાત્રમાં ઘઉંની રોટલી
For Private And Personal Use Only