Book Title: Ruday Kamal Me Dhayan Dharat Hu
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 173
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનામૃત આપણી વિચારસૃષ્ટિનું કેન્દ્રસ્થાન “નવપદ બની જાય અને આપણું મન એ કેન્દ્રસ્થાને સ્થિરતા અનુભવે ત્યારે અપૂર્વ આનંદની અનુભૂતિ થાય. નવપદ સાથે જોડાયેલું મન અભુત ચમત્કારો સર્જે છે. આત્માનું ભવ્ય ઉત્થાન કરે છે... આધ્યાત્મિકતાનાં ઉચ્ચ શિખરો હાંસલ કરાવે છે. બસ, મન નવપદ સાથે જોડાવું જોઈએ મનને નવપદ સાથે જોડવા માટે, સંબંધ બાંધવા માટે માત્ર વાંચન ન ચાલે, તે માટે જોઈએ વારંવારની ભાવના! સ્થિર આસને બેસીને, મધુર શબ્દોમાં આપણે એક-એક પદની ભાવના ભાવતા રહીએ... રોજ-રોજ ભાવીએ.... નવપદની સાથે આંતરપ્રીતિનો સંબંધ બંધાશે. આ ભાવના લખેલી નથી! પ્રગટેલી છે. શ્રી સિદ્ધચક્રજીના મહાપૂજનના સમયે સ્વયંભૂ આત્મામાંથી પ્રગટેલી છે! જ્યારે આ ભાવનાઓ વાણીના માધ્યમથી પ્રગટતી હતી ત્યારે એક મુમુક્ષુ આત્માએ એને અક્ષર દેહ આપ્યો હતો. સહુ નવપદપ્રેમી આત્માઓ આ ભાવનામૃતનું પાન કરી અનહદ આનંદ અનુભવે એ જ મંગલ કામના. - ભદ્રગુપ્તવિજય T અરિહંત-પદ હે પ્રભુ! આપ ત્રણ ભુવનના નાથ છો. વિશ્વનું કલ્યાણ કરનારા છો. ભવાટવીમાં સાર્થવાહ છો, ભવસમુદ્રમાં નિર્ધામક છો. અમે આપના શરણે આવ્યા છીએ; અમને આ ભવ-જલધિથી પાર કરો. ભવરૂપી અટવીમાં ક્રોધ-માન-માયા અને લોભારૂપી ચારેય શત્રુ અમારી આત્મસંપત્તિ-ક્ષમા, નમ્રતા, સરળતા અને નિર્લોભતાને લૂંટી રહ્યા છે. તે નાથ, અમે આપના શરણે આવ્યા છીએ. મન, વચન, કાયાથી અમે આપના ચરણે સમર્પણ કર્યું છે.... આપ જ અમારા સર્વસ્વ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188