________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૫૭ આવી ગઈ એટલે હવે બીજા ધાન્યની રોટલી લેવાની વાત નહીં. એક શાક મળી ગયું પછી બીજું શાક લેવાનું નહીં, એક વિગઈ આવી ગઈ, હવે બીજી વિગઈ લેવાની નહીં.
આ નિયમ તેણે બરાબર પાળ્યો. તે નીરોગી બન્યો. એક શ્રાવકને તેના પ્રત્યે સભાવ જાગ્યો. ગરીબ શ્રાવકની સારી ધર્મઆરાધના જોઈને, સારું જીવન જોઈને, તપોમય જીવન, સંયમમય જીવન જોઈને શ્રીમંત શ્રાવક તેની ગરીબાઈ મટાડડ્યા વિના રહે ખરા? આ મારો સાધર્મિક ભાઈ! કેવું પવિત્ર જીવન! પ્રભુપૂજા કરે છે, નીતિમત્તાવાળું જીવન ગાળે છે, તો મારે તેની ગરીબી મટાડવી જોઈએ'-આ વાત ગળે ઊતરે તેવી છે? ઠીક વાત છે? કુમારપાળનો પૂર્વભવઃ નરવીર :
ગુજરાતના રાજા કુમારપાળના પૂર્વજીવનની વાત જાણો છો ને? પૂર્વભવમાં તે ખુનખાર ડાકુ હતો. ત્યાં જંગલમાં મુનિરાજ મળી ગયા. પછી ગયો તે આઢર શ્રાવકની પાસે. આઢર શ્રાવક કેવા? કોઈ પણ દુઃખી ગરીબ હોય તે આઢર શેઠની હવેલીએ જાય, ત્યાં તેને ભોજન મળે, નરવીર ત્યાં ગયો, પણ ભોજન કરવા ન બેઠો. શેઠે તેને બોલાવ્યો અને પૂછ્યું: “કેમ ભાઈ શા માટે આવ્યા છો?'
નરવીર : “શેઠજી, ભોજન કરવા.” શેઠ : “તો પછી બેસી જા.'
નરવીર : નહીં જી, મફતનું નહીં ખાઉં, સેવાનું કાર્ય બતાવો કામ કર્યા પછી જમું.”
શેઠને થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કોઈ આદર્શ રાખીને જીવન જીવે છે. આ સામાન્ય નથી, જરૂર પહેલાં સારી સ્થિતિ હશે, કારણવશાત્ આવું ભિખારી જેવું જીવન આવ્યું હશે.”
શેઠે કહ્યું : તને નોકરીમાં રાખવામાં આવે છે. હવે ભોજન કરી લે. તારે એક કામ કરવાનું : જ્યાં હું ધર્મસ્થાને-ઉપાશ્રયે કે મંદિરે જાઉં ત્યાં મારી સાથે તારે આવવાનું. મારું બતાવેલું કામ કરવાનું.'
અને તે નરવીર, શેઠનો જમણો હાથ-રાઈટ હેન્ડ બની ગયો! શેઠે નરવીરનો હાથ પકડચો.
“મફતનું ભોજન નહીં, કાંઈ કામ કર્યા પછી ભોજન!” આ બાબતે શેઠને કર્યા હતા.
For Private And Personal Use Only