________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૫૫ ચંપા શ્રાવિકાની અપ્રમત્ત તપશ્ચર્યાએ અને પ્રસન્ન મુદ્રાએ અકબર ઉપર ગજબ પ્રભાવ પાડ્યો હતો. અકબરે હાથ જોડી પૂછ્યું : “આટલી શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરી?'
ચંપાએ કહ્યું : “જહાંપનાહ, આ કૃપા છે મારા દેવાધિદેવ અરિહંત પરમાત્માની તથા ગુરુ મહારાજ હીરવિજયસૂરિની.'
ચંપાએ પોતાના ગુરુના અનેક વિધ ગુણ ગાયા. અકબરે તરત જ હીરવિજયસૂરિજીને દિલ્હી પધારવા નિમંત્રણ મોકલ્યું. ચંપાની છ મહિનાની ઉપવાસની તપશ્ચર્યા કેવી હશે તેના પર વિચાર કરજો. નદિષેણ મુનિ
નંદિષેણ મુનિને અત્યંતર તપના આદર્શ બનાવો! તેઓ અપૂર્વ વૈયાવચ્ચે કરનારા મહામુનિ હતા. એક વખત દેવે તેમની કસોટી કરી. દેવે સાધુનું રૂપ લીધું. ઉપાશ્રયમાં આવ્યા. આ વખતે નંદિપેણને તપશ્ચર્યાના પારણાનો દિવસ હતો. ગોચરી લઈને આવ્યા, જ્યાં પાત્રો ખોલ્યા, ત્યાં પેલો દેવ સાધુવેશમાં આવ્યો અને કહેવા લાગ્યો: “પેલા સાધુ માંદા છે. હેરાન થાય છે. કપડાં બગડી ગયાં છે. મળમૂત્રમાં પડ્યા છે અને અહીં તમે ગોચરી કરવા બેઠા છો?' આ સાંભળી નંદિષેણ ગોચરી પડતી મૂકીને ઊઠ્યા. ગોચરી ત્યાં ને ત્યાં રહી. તેમણે કહ્યું : “મને ખબર નહીં, માફ કરો, હું હમણાં જ આવું છું.' દેવ તાડુકીને બોલ્યો: “શું ખબર નહીં? પેટ ભરવા સિવાય બીજી ખબર રાખવાની શી જરૂર? થઈ ગયા મોટા વૈયાવચ્ચ કરવાવાળા....!” પણ નંદિષેણ મુનિને જરાય રોષ ન આવ્યો. નંદિણ ત્યાં ગયા... બીમાર સાધુ પાસે. તે પણ દેવની માયા! કપડાં એવાં બગડ્યાં હતાં કે ન પૂછો વાત. વિષ્ટાથી ખરડાયેલાં... મુનિએ સાધુને પાણીથી સાફ કર્યા.... કપડાં ધોયાં.... બીમાર સાધુએ પણ સંભળાવ્યું. જોયા મોટા વૈયાવચ્ચ કરવાવાળા... અહીં ક્યારના પડ્યા છીએ! ખબર નથી?'
આમ ગરમાગરમ શબ્દો સંભળાવે છે. મુનિ નંદિષેણ ઠંડા કલેજે વૈયાવચ્ચ કરે છે. શરીર ધોયું, કપડાં સાફ કર્યા, પછી કહ્યું : “ચાલો. સાધુ બોલ્યા : ચાલુ કેવી રીતે? તું જોતો નથી?' તો ભલે, મારા ખભા પર બેસી જાઓ, હું લઈ જાઉ!' નદિષેણે કહ્યું.
નંદિષેણ તે સાધુને ખભા ઉપર બેસાડી જ્યાં દશ ડગલાં ચાલ્યા, ત્યાં સાધુએ વિષ્ટા કરી, નંદિષણનું શરીર બગાડી મૂક્યું. મુનિ નંદિષેણે મનમાં લેશમાત્ર
For Private And Personal Use Only