________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
હદયકમલ મેં ધ્યાન ધરત હું તેની નીચે બીજો ઘડો મૂક્યો. એમ એક નીચે બીજા સાત ઘડા મૂક્યા. દરેક ઘડાની નીચે કાણું અને ઉપર ગરણું! ઉપરના ઘડામાંથી પાણી ટપકીને નીચેના ઘડામાં જાય. પહેલા ઘડાનું પાણી ગળાઈને બીજા ઘડામાં... તે પાણી ત્રીજા ઘડામાં ગયું... તેમાંથી ચોથા ઘડામાં આવ્યું.... ચોથા ઘડાની આસપાસ અંદર... બહાર સુવાસિત પદાર્થ રાખ્યા હતા. પાણી સુવાસિત બની પાંચમા ઘડામાં આવ્યું. ત્યાંથી છઠ્ઠા અને પછી સાતમા માં આવ્યું. સાતમા ઘડાનું પાણી સ્વચ્છ, સુગંધી અને સ્વાદિષ્ટ બની ગયું હતું. રાજાને પોતાને ઘેર ભોજન માટે આમંત્રીને આ પાણી રાજાને પિવડાવ્યું!
મહારાજાએ તે પીધું અને કહ્યું : “શું સરસ સરબત છે!” બીજું માંગ્યું. મંત્રીએ આપ્યું. મહારાજાએ પૂછ્યું : “આવું પાણી લાવ્યા ક્યાંથી? આવું પાણી .તો મેં જિંદગીમાં પીધું નથી.” મંત્રી કહે છે : “મહારાજા, પીવામાં મજા છે, જોવામાં નથી.' મહારાજાએ જીદ પકડી! મારે આ પાણી ક્યાંનું છે, તે જોવું છે!' મંત્રીએ ફરીથી કહ્યું કે : “પીવામાં જે મજા છે, તે જોવામાં નથી! પણ રાજાની જીદ! મંત્રીએ કહ્યું : “ભલે, ચાલો બતાવું!' મંત્રી રાજાને પેલા ઓરડામાં લઈ ગયા. રાજાએ કહ્યું : “આ શું?” મંત્રીએ કહ્યું પેલું ગટરનું દુર્ગધવાળું પાણી તમને આ જ પાણી રીફાઈન્ડ કરીને, શુદ્ધ કરીને પિવડાવ્યું.” વૈયાવચ્ચ : મહાન તપ :
દૃષ્ટિમાં ફરક છે! ગટરમાં ગંદું પાણી લાગ્યું. મકાનમાં સ્વાદિષ્ટ પાણી લાગ્યું! દૃષ્ટિનું પરિવર્તન કરવું એ એક કળા છે. તે જો આવડી જાય તો સરળતાથી ભવસાગર તરી જવાય.
વૈયાવચ્ચ એટલે સેવા. બીમારની સેવા તે ઉત્તમમાં ઉત્તમ સેવા છે-તપ છે. જીવોને શાતા આપવી, સમાધિ આપવી, સમતા આપવી-એ ઉત્તમ સેવા છે. કોઈ આત્માને શાંતિ આપવી, દવાનું અનુપાન આપવું, શરીર દબાવવું, દવા દેવી-વગેરે સેવા કરવી તે વૈયાવચ્ચ. આવી સેવા કરવાનો અવસર ઉપધાન તપમાં ઘણો મળે! ઉપધાન તપ કરી રહ્યા છો ને? જેઓ ઉપધાન તપ ન કરી શકે તેઓ ઉપધાન કરનારની સેવા તો કરી શકે ને? ઉપધાન એ તપ છે, તેમ સેવા એ પણ તપ છે!
For Private And Personal Use Only