________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૫૧ કરવી. વિનયમાં હોય છે સરળતા. વિનયમાં હોય છે હૃદયની કોમળતા. વડીલોનો-ગુરૂજનોનો વિનય એ તો ધર્મનું મૂળ છે. “વિનયમૂનો ઘો.” “ધર્મનું મૂળ વિનય છે. હૃદયની કોમળતા વિના, વડીલો પ્રત્યે વિનય વગર કોઈ ગુણ ટકે નહીં. વિનયને આધીન સર્વ ગુણો છે. અને વિનયશ્વ મારૂંવાયત્ત:' મૃદુતાના સ્ટેજ પર વિનય ઊભો રહી શકે છે! તે સ્ટેજ હઠાવો તો વિનય ખાડામાં! વિનય માટે હૃદય કોમળ જોઈએ, મૃદુ જોઈએ.
૩. સ્વાધ્યાય : જેના જીવનમાં વિનય તેના જીવનમાં સ્વાધ્યાય, સ્વાધ્યાય એટલે અધ્યયન. નવું જ્ઞાન-સમ્યગુ જ્ઞાન..... પરમાત્મા જિનેશ્વરદેવોના શાસનનું જ્ઞાન મેળવવા નિરંતર પ્રયત્ન કરવાનો, ભણેલું ભુલાઈ ન જાય તે માટે વારંવાર તેનું પુનરાવર્તન કરવાનું, રીવિઝન કરવાનું.
૪. ધ્યાન ઃ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેનું સ્થિરીકરણ ધ્યાનથી થાય. દૂધ સ્થિર રહે તો દહીં મળે. રાતમાં બે-ચાર વખત હલાવી જુએ કે “દહીં થયું છે કે નહીં?' તો દહીં બને ખરું?
ધ્યાનથી જ્ઞાનને સ્થિર કરાય છે. જ્ઞાન અને ધ્યાને આવ્યા પછી અભિમાનની કોઈ વિકૃતિ પેદા ન થાય તેનું લક્ષ્ય રાખવું જોઈએ.
૫. વૈયાવચ્ચ : આચાર્ય, ઉપાધ્યાય, નૂતન દીક્ષિત, વૃદ્ધ, બીમાર સાધુ, બાલમુનિ વગેરેની સેવા-ભક્તિ. ગૃહસ્થો માટે કોઈ બીમાર સાધર્મિકની સેવા તે વૈયાવચ્ચ છે. ઘરમાં જે પરિવાર છે, તેમને તમારા સાધર્મિક સમજો છો?
આ મારા સાધર્મિક છે' એમ સમજીને સેવા કરો તો તે ધર્મ, પરંતુ આ મારી પત્ની છે, આ મારાં બાળકો છે” માટે સેવા કરો તો તે ગૃહસ્થ જીવનનું કર્તવ્ય! ફરજ! પણ વૈયાવચ્ચને તપ ન કહેવાય! ક્રિયા સાથે જ્ઞાનદૃષ્ટિ જોઈએ! દૃષ્ટિમાં તો ગજબ જાદુ છે! દૃષ્ટિ બદલાય તો જેટલા આશ્રવ છે, તેટલા સંવર બની જાય! મંત્રીએ રાજાને ગટરનું પાણી પિવડાવ્યું
રાજા અને મંત્રી જતા હતા. ત્યાં માર્ગમાં ગટર આવી. ખૂબ જ દુર્ગધ આવી. રાજાએ નાક દબાવ્યું. પછી ચર્ચા ચાલી. મંત્રીએ કહ્યું : 'બધા પુદ્ગલોના ખેલ છે! શું ગંદું કે શું ચોખ્ખું?”
પછી મંત્રીએ નોકર પાસે ઘડામાં તે ગટરનું પાણી મંગાવ્યું. એક ઓરડામાં સાત સ્ટેજવાળી ઘોડી બનાવી. સહુથી ઉપર પેલા ગંદા પાણીનો ઘડો મૂક્યો.
For Private And Personal Use Only