________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૪૯ તપ બે પ્રકારે છે : બાહ્ય તપ અને અભ્યતર તપ. બાહ્ય તપ છ પ્રકારે છે :
બાહ્ય તપના છ પ્રકાર :
(૧) અનશન તપ: ભોજનનો ત્યાગ, અલ્પકાલીન અને સર્વકાલીન, અનશનના આમ બે પ્રકાર છે. અકાલીન એટલે થોડો સમય ભોજનનો ત્યાગ, ઉપવાસ વગેરે. સર્વકાલીન અનશન એટલે જીવે ત્યાં સુધી અનશન વિMીવ ચારેય પ્રકારના આહારનો ત્યાગ.
બેસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસનો અનશનમાં સમાવેશ થાય છે,
(૨) ઊણોદરી તપ : જેટલી ભૂખ હોય, તેનાથી થોડું ઓછું ખાવું. ચાર રોટલી ખાતા હોઈએ તો ત્રણ ખાવી! બે કોળિયા પણ ઓછું ખાવું તે ઊણોદરી.
(૩) વૃત્તિ સંક્ષેપ : ભોજનની વેરાઈટી-સામગ્રી ઘણી છે. ૧૫-૨૦ છે, તેમાંથી બે-ચાર કે વધુ વસ્તુનો ત્યાગ. ભોજન માટેની વૃત્તિ રોકવી.
(૪) રસત્યાગ: રસનો ત્યાગ એટલે જીભને પ્રિય એવા રસવાળા પદાર્થોનો ત્યાગ કરવાનો. ઘી, દૂધ, દહીં, મીઠાઈ, ફરસાણ .... વગેરે પદાર્થોનો શક્ય ત્યાગ, રસવાળા પદાર્થોનો ત્યાગ અથવા જેનાથી જીભમાંથી રસ છૂટે તેનો ત્યાગ!
(૫) કાયફ્લેશ : આ તપન ભોજન સાથે સંબંધ નથી. તેનો સંબંધ શરીર સાથે છે. શરીરને કષ્ટ દેવું. શરીર કહે કે “તડકામાં નથી ચાલવું' તો તમે કહો: “ચાલવું પડશે.' તે કુદમ મદારુનનું ગરમીમાં જાણીબૂઝીને તડકામાં ચાલો તો તે તપ! એમ ભિન્ન ભિન્ન રીતે કાયાને જાણીબૂઝીને કષ્ટ આપવું તે પણ તપ છે.
(૭) સંલીનતા ઃ શરીરની ચંચળતાનો ત્યાગ. ચંચળતાનો ત્યાગ એટલે શરીરને સ્થિર રાખવું. હાથ પણ ન હલાવે, પગને ઊંચો ન કરે. એક આસને, એક મુદ્રાએ બેસવું તેનું નામ સમ્યક્ લીનતા. કાયાનું કોઈ જાતનું હલન-ચલન નહીં. કાયાની કોઈ ક્રિયા નહીં.
તપશ્ચર્યાના કેવા સરળ માર્ગો છે આ? કોઈ કહે : “ઉપવાસ નથી થતો' તો કાંઈ નહીં, ઊણોદરી તપ કરો. થોડું ઓછું પણ ખાવાનું ન પાલવતું હોય અને સિંહ માફક ભોજન પર તૂટી પડતા હો તો ટેસ્ટફુલ વેરાયટીઓમાંથી એકાદ
ઓછી કરો! સ્વાદિષ્ટ પદાર્થોમાંથી ત્યાગ કરી ન શકતા હો તો કોઈ એકાદ વિગયનો ત્યાગ કરો, અનશન ન કરો, તો ઊણોદરી કરો, તે ન બને તો ખાવાની વસ્તુઓ ઓછી કરો, તે ન બને તો છેવટે કોઈ એક પ્રિય વસ્તુનો ત્યાગ કરો. આ તો નાનાં બાળકો પણ કરી શકે!
For Private And Personal Use Only