________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું છો? આ ધર્મક્રિયાઓ અંગે તમને કોઈ પૂછવા આવતા નથી! જેને ઘૂળમાં આનંદ માણવો છે, જેને સૂક્ષ્મમાં આનંદ માણવો નથી, સૂક્ષ્મમાં પ્રવેશ કરવો નથી, તેવા બધા ઉપર-ઉપરથી ધર્મક્રિયા કર્યું જાય છે સાચા આત્મસાધકો થોડા જ રહેવાના ?
ઉ. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે સ્તોwા-રત્નવનિન: રસ્તો વાત્મસાધવા ' રત્નના વેપારી કેટલા હોય! બહુ થોડા ને? તેમ આત્માના સાધક કેટલા? થોડા જ. રત્નના વેપારી જેટલા! જેમ રત્નોના વેપારી આંગળીને વેઢે ગણી શકાય, તેમ સાચા ધર્મ આરાધકો-આત્માના સાધકો પણ આંગળીને વેઢે ગણી શકાય તેટલા હોય. ઉપર ઉપરથી ધર્મની આરાધના કરનારા ઘણા હોય. સૂક્ષ્મ અર્થ સમજનારા, ધર્મનું રહસ્ય પ્રાપ્ત કરનારા ઓછા હોય. - જેમ કોઈ માણસને આંખે પાટા બાંધેલા છે, તેને ગુફામાંથી બહાર નીકળવું છે, ભીંતને હાથ લગાવી લગાવીને ચાલે છે.... જ્યાં દરવાજો આવે છે કે હાથને શરીર ખંજવાળવા ભીંત પરથી ઊઠાવી લે છે... દરવાજો જતો રહે છે, અને તે આગળ વધે છે... આમ એક ચક્કર, બીજું ચક્કર, ત્રીજું ચક્કર.....! એમ કરતાં કરતાં દરવાજો મળી જાય તો બહાર નીકળી જાય.... એમ તમે પણ જો લક્ષ રાખીને ક્રિયાઓ કરો તો દરવાજો ક્યારેક મળી જાય! ધર્મનું રહસ્ય ગુફામાં!
એક વિદ્વાને ઠીક જ કહ્યું છે : “ધર્મનું રહસ્ય-તત્ત્વ ગુફામાં પડેલું છે! ધર્મસ્ય તત્ત્વ નિરિત TETયા ' કિંમતી વસ્તુ ખુલ્લી પડેલી ન હોય, ખુલ્લી રહેલી વસ્તુ કિંમતી હોઈ શકતી નથી. અમેરિકા સોનું ક્યાં રાખે છે? અણુબોમ્બ
ક્યાં રાખે છે? તે રહસ્ય છે! વધુ કિંમતી વસ્તુ તાળાવાળી પેટીમાં રાખો ને? કોઈ તિજોરીમાં રાખે છે. કોઈને લાગે કે “ઘરમાં કિંમતી વસ્તુ સલામત નથી.” તો તે ‘સેઈફ વૉલ્ટ'માં રાખે છે ત્યાં વીજળીનો કરન્ટ હોય છે ને? જો કોઈ લેવા જાય તો? વસ્તુ જેટલી કિંમતી, તેટલી તે ઊંડાણમાં રખાય છે! ધર્મ સસ્તો નથી કે જે મીઠા-મરચાંની માફક ખુલ્લા બજારમાં મળી જાય! ધર્મતત્ત્વ મેળવવા માટે ઊંડાણમાં જવું પડશે. શ્રી સિદ્ધચક્ર most secret matter “હ્યાપિ શુદ્ધ તત્વ' છે, તેને પામવા માટે ગહેરાઈમાં જવા પ્રયત્ન કરો, પણ તે પ્રયત્ન તે જ શૂરવીર અને ધીરપુરૂષ કરી શકે કે જે કૃતનિશ્ચયી છે! પરમતત્ત્વ પામવાનું જેણે પ્રણ કર્યું છે!
For Private And Personal Use Only