________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું તમે ધર્મ આરાધનામાં કોની સામે જુઓ છો? આસપાસના લોકો સામે કે ગુરુ સામે? તપ કરવાવાળા કોની સામે જુએ?
તપશ્ચર્યાની ઉચ્ચ કક્ષાએ રહેલા મહાપુરુષોને જોશે કે પછી પોતાના જેવા રેઢિયાળ તપ કરનારાઓને જોશે? પડતાનું આલંબન ન લો :
જે બાળકને ભણવામાં રસ નથી, તેને તેની મા કહે; “બેસી જા ભણવા, રખડવાનું નથી.” તો બાળક શું કહેશે? “તું ભણવા માટે કહ્યા કરે છે, પણ જો પેલા છોકરાઓ સિનેમા જુએ છે, ફરવા જાય છે... તે શું નથી ભણતા? મારાથી આખો દિવસ ભણ-ભણ નહીં કરાય...'
જેને ભણવાની જિજ્ઞાસા નથી, આગળ વધવાની ઇચ્છા નથી, તે આવાં ઉદાહરણો આપશે, પણ જે વિદ્યાર્થી એમ વિચારે કે મારી માની ઇચ્છા છે કે મારે સરસ ભણવું, મારા અધ્યાપક ઇચ્છે છે કે મારે પહેલા નંબરે આવવું.'-આવાં વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપે છે, ધ્યાન રાખે છે. અને અધ્યયનની ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરવાનું લક્ષ રાખે છે. જેને પૈસા કમાવા છે તે શું defaulter-દેવાળિયાનો આદર્શ સામે રાખશે? “આ આગળ કેવી રીતે આવ્યા? એક વખત ગરીબ હતા, વેપાર થોડો શરૂ કર્યો હતો, તે ક્રમશઃ. કેવી રીતે આગળ વધતા ગયા....? તેમણે વિકાસ કેવી રીતે કર્યો? આજે મોટા ઉદ્યોગપતિ કેવી રીતે બન્યા? વગેરે....
પણ જે વેપારી વેપારમાં આળસ કરતો હોય, પ્રમાદ સેવતો હોય; વેપાર તરફ લક્ષ ન આપતો હોય, ગ્રાહકો સાથે તોછડો વર્તાવ કરતો હોય, “પૈસા આવે તો ઠીક અને ન આવે તો ઠીક.” આવું કરતાં જેણે દેવાળું કાઢ્યું હોય, તેવાનો આદર્શ રાખો ખરા? નહીં ને?
ધર્મની આરાધનામાં તમારી આસપાસ ન જુઓ. પણ ધર્મક્ષેત્રે માર્ગદર્શન આપનારા ગુરુજનો શું કહે છે તે જુઓ. આજે તો અવિધિ એ જ વિધિ બની ગઈ છે ?
દેરાસરમાં, ઉપાશ્રયમાં કેટકેટલી ભૂલો કરો છો? ખોટું અનુકરણ કેટલું ચાલી રહેલું છે? સામાયિક, પ્રતિક્રમણ, દેવવંદન, પૂજન બધે અવિધિઓ પ્રવેશી ગઈ છે.... આ અવિધિઓ એવી તો રૂઢ થઈ ગઈ છે કે તેમાં પરિવર્તન લાવવું મુશ્કેલ બની ગયું છે. અવિધિ એવી તો વ્યાપક થઈ ગઈ છે કે લોકો તેને વિધિ માનતા થઈ ગયા છે!
For Private And Personal Use Only