________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું જિનેશ્વરદેવની પદ્માસનસ્થ વીતરાગભાવમાં ઝીલતી મૂર્તિના આલંબને જેટલો વિકાસ સાધવો હોય તેટલો સાધી શકાય. પૂજનની બાહ્ય ક્રિયા દ્વારા ધ્યાનની અત્યંતર ક્રિયામાં પ્રવેશ કરવાનો છે. ધ્યાનની સાધના કરતાં કરતાં ઊંડાણમાં જવાનું, ધ્યાનમાં અગાધ શક્તિ છે.
આપણે નવપદના ધ્યાનમાં ખોવાઈ જવાનું છે. અપૂર્વ લીનતા પ્રાપ્ત થવી જોઈએ. ધ્યાનનો વિષય રસિક છે. સિદ્ધચક્ર વિશ્વમાં મહાનમાં મહાન તત્ત્વ છે, પરમ સત્ય છે અને અદ્દભુત તથ્ય છે. આવા પરમ તથ્ય પરમ તત્ત્વ અને પરમ સત્ય શ્રી સિદ્ધચક્રજી મળ્યા પછી શું કમી રહે?
સિદ્ધચક્રની આરાધનાની પ્રક્રિયા આપણને મળેલી છે. હવે કરવાનું છે સિદ્ધચક્રજીનું ધ્યાન! એનાથી અવશ્ય આત્મા નિર્મળ બને છે. આત્મા પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. જોઈએ છે ને આત્માની નિર્મળતા? જોઈએ છે ને પરમ શાન્તિ? કે અશાન્તિની આગમાં સળગ્યા કરવું છે? ધ્યાન માટે સ્વસ્થ અને સંયમી દેહ જરૂરી છે :
ધ્યાન ધરવા માટે શરીર નિર્મળ જોઈએ, સ્વસ્થ જોઈએ, સશક્ત જોઈએ. ધ્યાન ધરવા બેસો ત્યારે શરીર દુઃખે, કમર દુઃખે, માથું ઊંચુંનીચું થાય.... તે નહીં ચાલે. શારીરિક શક્તિ પ્રથમ આવશ્યક છે.
આ શક્તિ મેળવવા માટે વિટામિન બી. ઍપ્લેક્સની જરૂર નથી. આ શક્તિ-પ્રાપ્ત થાય છે સંયમથી! બ્રહ્મચર્યનું નિર્મળ પાલન હોય તો અદૂભુત શક્તિ પ્રાપ્ત થાય. ભલે પછી તમે દૂધ, દહીં, ઘી ન ખાઓ. ભલે કોઈ શક્તિની દવા ન લો! આ શક્તિ વીર્યશક્તિ છે. વીર્યશકિત ધ્યાન માટે અતિ આવશ્યક છે. યોગી પુરુષો મનસા-વચસા-કાર્યન બ્રહ્મચર્ય પાળતા અને જંગલમાં જઈને ધ્યાન લગાવતા. બે-ચાર દિવસ નહીં, મહિનાઓના મહિના! વર્ષો લગી ધ્યાન ધરતા. આત્માના શુદ્ધ-સ્વરૂપમાં લીન બનતા. ન ગરદન દુઃખે, ન આંખો ખૂલે, ન શરીર વળે, ન કમર ઝૂકે.
તમારે તો એક મિનિટ પણ આંખો બંધ રાખવી મુશ્કેલ ને? કારણ? તમે સંયમી નથી! જે સંયમી નહીં; તે ધ્યાન ધરવા માટે અયોગ્ય! શરીર સ્વસ્થ નહીં તો મન કેવી રીતે સ્થિર રહે?
ધ્યાનસ્થ બનીને સિદ્ધચક્રજીના એક-એક પદ પર મનને જોડતા જાઓ. પહેલાં જ્ઞાનથી, પછી ધ્યાનથી તે નવપદનો મન સાથે સંપર્ક જોડો. જ્ઞાનનું ધીરે ધીરે ધ્યાનમાં પરિવર્તન થાય. પછી વિચાર ન રહે. પહેલા “સવિકલ્પ' ધ્યાન
For Private And Personal Use Only