________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૪૩ ધ્યાનની અસર :
૧૮૮૦ ની સાલમાં એક વૈજ્ઞાનિક આદિવાસીઓના પ્રદેશમાં પહોંચ્યો. આપણે ત્યાં આદિવાસી છે, તેમ યુરોપમાં પણ છે, ત્યાંય જંગલો છે! એ પ્રદેશમાં એક ચમત્કારી વાત પ્રચલિત હતી. ધીમે ધીમે તે વાત એક શહેરમાં આવી. તે વાત પહોંચી વૈજ્ઞાનિક પાસે, તેના સંશોધન માટે વૈજ્ઞાનિક એ પ્રદેશમાં પહોંચ્યો. એ વાત શી?
આદિવાસી લોકો એક પૂતળું બનાવે છે. એક વ્યક્તિની કલ્પના એ માટીના પૂતળામાં કરે છે. કોઈ રોગની કલ્પના કરે કે : “આને ટી. બી. કે કેન્સર થઈ જાઓ.” જે વ્યક્તિની કલ્પના કરી હોય તેને તે રોગ લાગુ થઈ જાય!
બીજી વાત : આદિવાસી લોકો કોઈ વૃક્ષમાં અમુક વ્યક્તિની આકૃતિની કલ્પના કરે. તેના પર ધ્યાન કેન્દ્રિત કરે કે “આનું મૃત્યુ થાય, અને તે માણસ મૃત્યુ પામે!
આમાં સાચું શું છે? તે તપાસવા વૈજ્ઞાનિક જંગલમાં આદિવાસી વચ્ચે પહોંચી ગયો. તેણે પોતે એ પ્રયોગ જોયો. તેણે કહ્યું : “એક વૃક્ષ પર પ્રયોગ કર્યો.' તે વૈજ્ઞાનિકે વૃક્ષને પાણી પાયું. સારી સાર-સંભાળ લેવા માંડી. તે વૃક્ષ પર આદિવાસીએ પ્રયોગ કર્યો. અને પરિણામ એ આવ્યું કે વૃક્ષ મહિના-દોઢ મહિનામાં પડી ગયું કે સડી ગયું, ખલાસ થઈ ગયું. વૈજ્ઞાનિકે તે સમજવા પ્રયત્ન કર્યો, પણ સમજી શક્યો નહીં. તો તે શું જાદુ હતું? મંત્ર હતો? ના એક પ્રકારનું ધ્યાન હતું.
એક મૂર્તિની કલ્પના કરો. આપણી કલ્પના પ્રમાણે એ વ્યક્તિની આકૃતિ જોઈએ, તેના પર ધ્યાનસ્થ થવું જોઈએ, ભલે પછી તે માટીનો પિંડ હોય! તેના પર આ વિશિષ્ટ ધ્યાનનો પ્રયોગ કરવામાં આવે તો તે આકૃતિ સક્રિય બની જવાની. મૂર્તિપૂજા ઉપયોગી છે :
જે પ્રજ્ઞાવંત પુરુષોએ આ મૂર્તિની પૂજાનો ઉપદેશ આપ્યો, તેઓ વિશિષ્ટ જ્ઞાની હતા; વિશિષ્ટ શક્તિના ધારક હતા, વીતરાગ પરમાત્માની મૂર્તિ પરમાત્માના પ્રદેશમાં પહોંચવા માટે માધ્યમ છે. મૂર્તિનું માધ્યમ સુયોગ્ય છે. પરમાત્માની મૂર્તિનું આલંબન લઈને, જે રીતે પરમાત્માસ્વરૂપમાં પહોંચવું જોઈએ, તે રીતે આપણે પહોંચવા પ્રયત્ન કરતા નથી. આપણું એ લક્ષ જ નથી; બાકી,
For Private And Personal Use Only