________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું માટે પહેલું કામ શ્રદ્ધા નિર્મળ કરવાનું, અવિચળ બનાવવાનું કરવાનું છે. મોક્ષનો આધાર સમ્યગ્દર્શન છે. જ્ઞાન અને ચારિત્ર ઉત્તમ હોય, પરંતુ સમ્યગ્દર્શન ન હોય તો નિર્વાણ ન મળે, સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન અને ચારિત્ર તો અભવી જીવને પણ હોય! અભવી એટલે ક્યારેય મોક્ષમાં ન જનારા. આવા અભાવી જીવનું જ્ઞાન સાડા નવ પૂર્વનું હોઈ શકે અને ચારિત્ર એવું પાળે કે માખીની પાંખ પણ ન દુભાય! એટલું નિર્મળ, એટલું સ્વચ્છ પાળે! નિર્મળ ચારિત્ર પાળીને, મરીને દેવલોકમાં પણ જાય. ત્યાં અસંખ્ય વર્ષ સુધી સુખ ભોગવે!
એ ચારિત્ર એટલા માટે પાળે કે ચારિત્રના પાલનથી દેવલોકનાં દિવ્યસુખ મળે! પણ મોક્ષ ન મળે! “એક જિંદગી સંયમનું થોડું કષ્ટ સહન કરીએ તો હજારો વર્ષનું દેવલોકનું સુખ મળે!” ચારિત્રનું લક્ષ સંસારનાં સુખ! મોક્ષ નહીં! સમ્યગ્દર્શન વિના મોક્ષ મળે નહીં.
કોઈ શેઠ કહે : “વર્ષમાં એક મહિનો નોકરી કરવાની. પણ ૧૮ કલાક કામ કરવાનું. વચમાં જમવા માટે થોડો સમય મળશે, મામૂલી આરામ લેવાનો, રજા નહીં. કામ એક મહિનાનું, પગાર બાર માસનો આપવાનો! ૧૧ મહિના દુકાન પર આવવાનું નહીં બોલો, કેવી સરસ સર્વિસ કહેવાય? કોને કરવી છે? હાથ
ઊંચા કરો!
સભાઃ એક મહિનાની તો તકલીફ ખરીને?
મહારાજશ્રી : તકલીફ? એક મહિનાની તકલીફ સામે જુઓ છો, ૧૧ મહિનાના આરામ તરફ તો જુઓ! આવી સર્વિસ અહીં તમારા નગરમાં આપનાર કોઈ નહીં મળે! આ ઓફર સારી નથી? “હા કે ના” તે તો કહો. ૧૧ માસ આરામ, ૧ માસ નોકરી! અમે આવી નોકરી આપવા તૈયાર છીએ! સાધુ જીવનમાં શું કષ્ટ છે? શું સાધુ દુઃખી છે અને તમે સુખી છો એમ માનો છો? સંસારથી મુક્ત થવું છે? સભા દુઃખી અમે, આપ તો સુખી!
મહારાજશ્રી : “તો દુઃખી જ રહેવું છે? સુખી નથી થવું? ઝગડો થયો હોય તો જાઓ છો ને વકીલની પાસે? પ્લાન કરવો હોય તો શોધો છો ને આર્કિટેકને? ખાડો ખોદવો છે, તો બોલાવો છો ને મજૂર ને? લાઇટફિટિંગ કરવું છે, તો બોલાવો છો ને વાયરમેનને? તમે સંસારથી ઊખડી ન શકતા હો તો બોલાવોને અમને? આપો આમંત્રણ! ઉખાડી દઈશું! ઊખડવું છે આ સંસારમાંથી કે ચોંટી રહેવું છે?
For Private And Personal Use Only