________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
નહીં અને રમતમાં પણ કાંઈ ઉકાળી શકે નહીં! એક ધર્મની ક્રિયા કરતી વખતે બીજી ધર્મન્ધિાનું ધ્યાન ન રાખવું જોઈએ. તમારી ધર્મક્રિયાઓનાં છે ઠેકાણાં? ચિત્ત કેટલું ચંચળ? પ્રતિક્રમણ ચાલતું હોય ત્યારે પડિલેહણના વિચાર! પડિલેહણ કરે ત્યારે ‘જલદી કરો, દેવવંદન કરવાનું છે!' દેવવંદનની ક્રિયા ચાલતી હોય ત્યારે મંદિરે જવાનો વિચાર! મંદિરમાં ગયા તો ત્યાં વ્યાખ્યાનશ્રવણ માટે ઉતાવળ! વ્યાખ્યાન સાંભળતાં માળા ફેરવવાનો વિચાર! માળા ફેરવતા હોય ત્યારે બજારમાં જવાનો વિચાર! વ્યાખ્યાનમાં આવે ત્યારે વિચારે કે ‘ક્યારે જલદી પૂરું થાય!' કારણ? પેટ ભરવું છે!
આ રીતે મનની ચંચળતા ધર્મક્રિયાઓને ચૂંથી નાંખે છે. માટે આપણે જે ધર્મક્રિયા કરીએ, તે ધર્મક્રિયા સિવાય આગળ-પાછળની કોઈ પણ ક્રિયાનો ખ્યાલ રાખવો ન જોઈએ. ધર્મક્રિયાના ભાવમાં ડૂબી જવું જોઈએ, તો જ ક્રિયામાં આનંદ આવે.
વ્યાવહારિક ક્રિયાઓમાં ચંચળતા :
સંસારની ક્રિયાઓમાં પણ મનની ચંચળતા સતાવે છે ને? હજુ પથારીમાંથી ઊઠ્યા, ત્યાં ચા પીવાનો વિચાર! ચા પીતાં પીતાં ‘અરે! નાહવાનું પાણી કાઢ્યું કે?' જલદી નાવું છે! નાહતાં નાહતાં રાડ પાડે ‘કપડાં કાઢ્યાં છે ને?'
આમ નાહતી વખતે ધ્યાન કપડામાં! કપડાં પહેરતાં પહેરતાં લક્ષ જાય બજારમાં, શાકભાજી લેવામાં....! આમ એકે ચાલુ ક્રિયામાં ધ્યાન ન રહે એટલે ચા પીતાં પીતાં ઢોળાય! નાહતી વખતે શરીર પર પાણી નાંખવાને બદલે જમીન ૫૨ જ ઢોળતો જાય! કપડાં પહેરતી વખતે બુશશર્ટને બદલે કોટ પહેરી લે! જે ક્રિયા કરવાના હો તે ક્રિયામાં ધ્યાન ન રાખો તો ચાલુ ક્રિયા બગડે જ. નકામા વિચારોથી મુક્ત બનો :
માતા, પિતા, કલાચાર્ય, વડીલ, ધર્મગુરુ-બધાં કહે કે ‘કોઈ કામ કરો તો ધ્યાનથી કરો’ ધ્યાન એટલે જે ક્રિયા કરતા હો તેનો જ વિચાર કરવાનો, અન્ય કોઈ વિચાર કરવો નહીં. પરંતુ વિચારોમાંથી છુટકારો પામવો અશક્ય લાગે છે ને?
ભોજનની ક્રિયામાંથી છુટકારો પામવો સરળ, પણ ભોજનના વિચારમાંથી છૂટકારો પામવો મુશ્કેલ! એવી રીતે પાણી પીવાની ક્રિયા છોડવી સરળ, પણ પાણી પીવાના વિચારો? એમ કહેવામાં આવે કે ‘આજે રાત્રે ન ઊંઘો.’ તો ઊંઘવાનું છોડી આખી રાત જાગશો! પણ એમ કહેવામાં આવે કે ‘વિચાર ન કરો!’ તો પૂછશો : ‘સાહેબ, વિચાર ન કરું તો શું કરું?'
For Private And Personal Use Only