________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું. કરી. પશ્ચાત્તાપ થયો અને સમતા પ્રગટી. પરિણામે કેવળજ્ઞાન થયું! ત્યાં દેવોની દુંદુભિ વાગી, એટલે પેલા ચારેય મુનિવરોએ વિચાર્યું : “આ દુંદુભિ ક્યાં વાગી?” શાસનદેવી સામાન્ય સ્ત્રીનું રૂપ લઈ ત્યાં આવી. પેલા ચાર માસના ઉપવાસવાળા મુનિવરો ઠાઠમાઠથી બેઠા છે, દેવીએ તેમને પૂછયું : “અરે, કુરગડુમુનિ ક્યાં છે!' આ ચારેયને થયું કે : “આપણે તપસ્વી અહીં છીએ અને આ સ્ત્રી હાથ પણ જોડતી નથી?' તેઓ બોલ્યા : “એ.... બેઠો ત્યાં.... ખૂણામાં બેસી પેટ ભરે છે!'
શાસનદેવીને ખૂબ ગુસ્સો આવ્યો. પોતાનું રૂપ પ્રગટ કર્યું. તે બોલી : “કોને કહો છો, પેટ ભરનાર? તમે કેવળજ્ઞાનીની આશાતના કરો છો. તમને તપનું અભિમાન છે. કુરગડુ મુનિ જગવંદનીય છે, તેમની આશાતના ન કરો, આ દુંદુભિ વાગી તે સાંભળી? એ મહામુનિને કેવળજ્ઞાન થયું છે!”
ચારેય મુનિ બોલી ઊઠ્યા : કોને? દેવીએ કહ્યું : કુરગમુનિને! તમને નહીં. મુનિ પૂછે છે : “કુરગડુને કેવળજ્ઞાન થઈ ગયું?” ચારેય ને આશ્ચર્ય થયું દેવીએ કહ્યું : શંકા છે તેમાં?
ત્યાં તો દેવો ઊતરી આવ્યા. સુવર્ણ-કમળ બનાવ્યું. તે કમળ પર કેવળજ્ઞાની કુરગડુ મુનિને બિરાજમાન કર્યા. દેવોએ તેમને વંદન કર્યું.
પેલા ચારેય મુનિઓ એકબીજાના મુખ સામે જોઈ રહે છે; તેમને થયું : અરે! આપણે ખૂબ જ ભયંકર આશાતના કરી.”તે તપસ્વીઓ ઊઠ્યા, કેવળજ્ઞાની કુરગડુ મુનિના ચરણે પડ્યા. “અમને ક્ષમા કરો' ગગ સ્વરે હાર્દિક ક્ષમાયાચના કરી. ઘોર પશ્ચાત્તાપ કર્યો અને ચારેયને કેવળજ્ઞાન થયું.
ચારિત્રપદના ધ્યાનમાં આવા ચારિત્રવંત મહામુનિઓમાંથી કોઈ એકનું ધ્યાન લગાવો. હૃદયકમળમાં ધ્યાન ધરીને કર્મોનો ક્ષય કરો.
For Private And Personal Use Only