________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૩૯
પર્યુષણના દિવસો આવ્યા, તેમની સાથેના ચાર મુનિઓએ ચાર-ચાર માસના ઉપવાસ કર્યા હતા. ઉપાશ્રયમાં ચાર માસખમણ! આવા મહાન તપસ્વી જ્યાં હોય, તેમની સામે રોજ ગોચરીએ જવામાં કુરગડુમુનિને શરમ આવતી. ખૂબ દુઃખ થતું, પરંતુ ભૂખ એવી ભયંકર લાગતી કે ગોચરી લાવ્યા વિના છૂટકો ન
થાય.
આમ સંવત્સ૨ીનો દિન આવ્યો. કુરગડુ સવારમાં ઊઠ્યા, પ્રતિક્રમણ-પડિલેહણ કર્યું અને ગોચરી માટે ગયા. ત્યારે પેલા ચાર મુનિ બોલ્યા : ‘અરે અભાગિયા! આજે પણ તું પેટ ભરીશ? આજે સંવત્સરી છે, આજે તો તપ કર.'
કુરગડુ કહે : હું ખરેખર, અભાગિયો છું. આજે બધાંને ઉપવાસ છે, એક મારે જ પેટ ભરવા?
તે ગયા. વહોરીને પાછા આવ્યા. તેમનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું. બધા પ્રત્યે વિનય ખૂબ જ સાચવે. સાધુઓમાં એવો વિનય હોય છે કે જે ગોચરી વહોરીને લાવેલા હોય, તે માટે બધા સાધુઓને નિમંત્રણ આપે. કુરગડુ મુનિવરે બધાને વિનંતિ કરી. પાસું આગળ ધર્યું, કાંઈક લો, લાભ આપો.' તેઓ પેલા માસખમણવાળા ચાર મુનિ પાસે ગયા તો તેઓ તેમના પાત્રામાં ‘થૂ’ કરીને થૂંક્યા! કુરગડુમુનિએ ત્યાં શું કર્યું? તેમણે વિચાર્યું : ‘મારાં ધન્ય ભાગ્ય કે આ લુખ્ખા ભાતમાં આ તપસ્વીઓએ ધી નાખ્યું! આ અમૃતમય ઘીથી મારાં કર્મનો ક્ષય થશે!
તેઓ પાત્રો લઈને ગોચરી કરવા બેઠા. પાત્રો ખુલ્લાં પડ્યાં છે અને તેઓ આત્મચિંતનમાં ચઢી ગયા. ‘હે આત્મનું, તારૂં અણાહારી સ્વરૂપ છે, તું શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર છે, ક્યાં સુધી આ બંધન? ક્યાં સુધી આ આહાર કરવો પડશે?' આમ ચિંતન કરતાં કરતાં ખૂબ પશ્ચાત્તાપ કર્યો અને તેમાંથી પ્રગટી સમતા ઘાતીકર્મ ક્ષય થયાં અને કેવળજ્ઞાન પ્રગટ્યું!
બીજી બાજુ પેલા તપસ્વીઓ કુરગડુ મુનિની નિંદા કરી રહ્યા હતા! ‘અરે જુઓ તો ખરા, આ પેટભરાને! કહે છે કે ‘ક્ષુધા વેદનીય’ કર્મનો ઉદય. શું કપાળ ઉદય? આહાર-સંજ્ઞાના પનારે પડચો છે! હતો રાજકુમાર... ખાવું જ હતું તો શા માટે દીક્ષા લીધી?'
કુરગડુ મુનિએ પોતાના કાન પર આ નિંદા ન ધરી. તેમના પ્રત્યે રોષ ન થયો. અરે; પાત્રમાં થૂંક્યા, તેનો પણ અર્થ કેવો સુંદર કર્યો! ‘હું લખ્ખા ભાત
લાવ્યો હતો, આ મુનિવરોએ એમાં ઘી નાખ્યું!' મશ્કરીને સારા અર્થમાં ગ્રહણ
For Private And Personal Use Only