________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૩૭ અને કાયદેડથી વિરામ પામે. વિચારમાં જાગ્રત, વચનમાં જાગ્રત, અને આચારમાં જાગ્રત રહે.
ભગવાન જિનેશ્વરદેવોએ શ્રમણ-સાધુ માટે જે સાધના બતાવેલી છે, તે સાધનામાં સાધુ મગ્ન રહે. આવા સાધુપુરૂષોનું ચારિત્રપદમાં ધ્યાન ધરવાનું.
ૐ £ નો વરિત્તરા' આ પદનો જાપ કરવાનો. ચારિત્રવંત મહાપુરૂષોનું ધ્યાન ધરો :
ગજસુકુમાર મુનિના માથા પર અંગારા ભરેલી સગડી તેમના સસરાએ મૂકી, છતાં સસરા પ્રત્યે રોષ ન થયો. સસરાના ચાલ્યા ગયા પછી ધાર્યું હોત તો અંગારાને ફગાવી શકત. પણ તેમ ન કર્યું. પોતાના શરીર પર મમત્વ જ નહીં! શરીરને બળવા દીધું! સમતાભાવમાં સ્થિર રહી કર્મોને પણ બાળી નાંખ્યાં!
મેતારક મુનિ ગોચરી વહોરવા ગયા, સોની ગોચરી વહોરાવતો હતો. તેટલામાં કોંચ પક્ષી આવ્યું. સોનીએ બનાવેલાં સોનાના જવલાં ગળી ગયું! સોની પાછો આવ્યો, જવલાં ન જોયાં, આસપાસ તપાસ કરી, ન મળ્યાં તેથી સાધુ પર શંકા આવી! જરૂર આ મુનિએ જ જવલાં લીધા છે!” સોનીએ પૂછ્યું. સાધુ મૌન રહ્યા. સોનીને ગુસ્સો આવ્યો. ચામડાથી સાધુના મસ્તકને વીંટાળ્યું અને તડકામાં ઊભા રાખ્યા. ગરમીથી ચામડું સંકોચાવા લાગ્યું. છેવટે ખોપરી ફાટી ગઈ. છતાંય મુનિની કેટલી સમતા! ન તો સોની પર રોષ કર્યો કે ન શરીર પર મમત્વ જાગ્યું. શાંતિથી, સમતાથી બધું સહન કર્યું. ખોપરી તૂટતાની સાથે તેમને કેવળજ્ઞાન થયું અને નિર્વાણ પામ્યા. મોક્ષમાં ગયા. આવા મુનિનું ધ્યાન ધરો તો? ચારિત્રવંત એવા મહાત્માઓનું આજે ધ્યાન ધરવાનું છે! આવા મેતાજ મુનિ, અથવા ગજસુકુમાર મુનિ, ધન્ના અણગાર વગેરેમાંથી કોઈનું પણ ધ્યાન ધરો. બધાનું ધરશો કે એકનું? સભા : બધાંનું ધરશે!
મહારાજશ્રી : ના, બધાનું નહીં, કોઈ એક મહામુનિ નક્કી કરીને એમનું ધ્યાન ધરો. તમારી પસંદÍના કોઈ મહાન ચારિત્રવંત મહાત્માનું ધ્યાન ધરો.
અરિહંતના ધ્યાનમાં કે સિદ્ધના ધ્યાનમાં તો પસંદગીનો પ્રશ્ન જ નથી. પરંતુ આચાર્યપદ માટે કોની પસંદગી કરશો? ક્યા આચાર્ય ભગવાનનું ધ્યાન ધરશો?
For Private And Personal Use Only