________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કિષાયોને જીતવાની સાધના :
સાધુને કષાય ન આવે, એમ નહિ, પરંતુ કષાય પંદર દિવસથી વધુ ટકવો ન જોઈએ.
સાધુને અભિમાન ન આવે એમ નહિ, પણ પંદર દિવસ કરતાં એક પણ ક્ષણ વધારે ન ટકવું જોઈએ. સાધુને “સંજ્વલનના કષાય હોય. તમને શ્રાવકશ્રાવિકાને ક્યાં સુધી ટકે? ક્યાં સુધી કષાય રહે તો તમારું શ્રાવકપણું ટકે? જાણો છો? શ્રાવક-શ્રાવિકાને ચાર માસથી વધુ કોઈ કષાય ન ટકે. એક દિવસ પણ વધુ ટકે તો શ્રાવક-શ્રાવિકાપણું ડૂલ! તમારા કષાય એક વર્ષથી વધુ ટકે તો તમારું સમ્યક્ત ખલાસ! પછી તમે સમકિતી નહીં, પણ મિથ્યાત્વદૃષ્ટિવાળા! એક વર્ષથી વધુ તમારો કષાય ટકે તો તમારું સમ્યગુદર્શન ખતમ સમજવું. અરે, એવા કેટલાય ભગતો છે કે જેઓ એક વર્ષ નહીં, પચીસ વર્ષ સુધી બોલે નહીં! વંશપરંપરાનું વેર ચાલુ રાખે! છાતી ઠોકીને કહે : “મારા દાદાએ, મારા પિતાએ આ દુશ્મનાવટ ચાલુ રાખી હતી, હું પણ ચાલુ રાખીશ.' ભલે અહીં તું છાતી ઠોકીને બોલે, દુર્ગતિમાં કર્મો તારી છાતી એવી ઠોકશે કે ઊભો નહીં થઈ શકે!
સાધુ જો જાગ્રત હોય તો કષાયને ઉદયમાં જ ન આવવા દે; તેને અંદર ને અંદર શાંત કરી દે, પણ કદાચ તેનો ફોર્સ વધે અને ઉદયમાં આવે તો ૧૫ દિવસથી વધુ ન ટકવા દે. જેને આપણે શત્રુ સમજતા હોઈએ, તે જો કોઈ કારણે આપણા ઘરમાં આવી જાય, તો તેને રાખીએ કે ઘરમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરીએ? તે જલદીથી જાય તેવો પ્રયત્ન કરીએ ને?
ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયોને તમે શત્રુ માનો છો કે મિત્ર? જો શત્રુ માનતા હો તો તમે તમારા ઘરમાં ટકવા દેશ? હા, જો તેને શત્રુ ન માનતા હો તો તમે ટકવા દેશો. અને જો કષાયને શત્રુ ન માનો તો પ્રભુની આજ્ઞા પાળી કહેવાય? સાધુજીવનમાં જાગ્રત રહેવાય તો કષાયને ઉદયમાં આવતા રોકી શકાય. કેટલીક વખત પાણીનો ફોર્સ એવો હોય છે કે તે પથ્થરને પણ તોડીને બહાર નીકળે તેમ કર્મનો ફોર્સ જો હોય, તો સાધુનો પુરૂષાર્થ નકામો પણ બને! છતાંય તે એવો પુરૂષાર્થ કરે કે તેને ૧૫ દિવસથી વધુ ટકવા જ ન દે! કહે : “ઉઠાવ તારા બિસ્તરા પોટલાં, અને નીકળ ઘર બહાર!”
આમ સાધુ પાંચ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે, પાંચ મહાવ્રતોની સંપૂર્ણ પાલના કરે, ચાર કષાયો પર વિજય મેળવવા પુરૂષાર્થ કરે; મનદેડ, વચનદેડ
For Private And Personal Use Only