________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૩૫ સાધુજીવનનું મુખ્ય કાર્ય આત્મસાધના :
સાધુનો main business-મુખ્ય વેપાર છે-આત્મ-સાધના! side business ગૌણ-વેપાર છે ઉપદેશ આપવાનો. સાધુનું મુખ્ય કર્તવ્ય આત્મ-સાધનાનું છે. તે માટે પાંચ મહાવ્રતોનું ત્રિવિધ ત્રિવિધ પ્રકારે પાલન કરે, ષડૂકાય જીવોનું રક્ષણ કરે. સંયમી જીવન તેમનું મુખ્ય લક્ષ્ય હોય. આ લક્ષ્યમાં શિથિલતા આવી જાય તો સાઈડ બિઝનેસ મુખ્ય થઈ પડે અને મેઈન બિઝનેસ ખતમ થઈ જાય!
યુગના નામથી જમાનાના નામથી સાધુનું પતન કરવા પ્રયત્ન કરો. એરોપ્લેનમાં બેસવાની વાતો કરો, પૈસા પાસે રાખવાનું કહો, બધી સુંવાળી રૂપાળી વાતો કરો... પાંચ-પચાસ ભક્તો મળીને મહારાજને ચઢાવી દો... પછી? સાધુ પૈસા રાખે, વિમાનમાં પરદેશ જાય, વિદેશયાત્રા ચાલુ થાય. પછી ચારિત્રમાં શિથિલતા આવે.. મહાવ્રતોના ભંગ થાય... એટલે? એટલે તેમને વિચલિત કરનારા ભક્તો જ કહેવાના “મહારાજે આ શું કર્યું?” પછી તેઓ જ મહારાજને ધક્કો મારવાના!
જે સાધુ સંસારી લોકોના કહેવા મુજબ ચાલવા લાગ્યા, લોક પ્રવાહમાં વહી ગયા, પ્રજાને ખુશ રાખવા પ્રયત્ન કર્યો, જેઓ સાધુતાથી નીચે ઊતરી ગયા, તેમને એ જ દુનિયા જોડા મારે છે!
પરમાત્મા જિનેશ્વરદેવે સાધુઓને જે કહ્યું છે, તે સાચું જ કહ્યું છે. તેમણે કહ્યું કે “આ સંસારીઓથી નવ હાથ દૂર રહો.” શક્તિ હોય તો તેમને સન્માર્ગે લાવવા. પણ તેમની વાતોના પ્રવાહમાં વહી ન જાઓ. દુનિયાથી તમે દોરવાઈ ન જાઓ; દુનિયાને તમારે સન્માર્ગે દોરવાની છે! તમારે તો જિનાજ્ઞાથી જ દોરવાવાનું છે.
સાધુએ પોતાની આચારમર્યાદામાં રહીને, પ્રમાદ સેવ્યા વિના ઉપકાર કરવો જોઈએ. સાધુનો ઉપકાર એટલે મોલ-માર્ગના જ્ઞાનનું દાન! સાધુ પાસેથી જેઓ ભૌતિક સુખોની અપેક્ષા રાખે છે, તેઓ વાસ્તવમાં સાધુને સમજતા નથી. સંયમનું પૂર્ણ ભાન સાધુને હોવું જોઈએ. શ્રાવક-શ્રાવિકાને સંયમી જીવનનું જ્ઞાન હોવું જોઈએ.
સાધુએ પાંચ આશ્રવોથી-હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરક્ત રહેવું જોઈએ. સાધુએ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ. સાધુએ ચાર કષાયો-ક્રોધ, માન, માયા અને લોભ પર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ.
For Private And Personal Use Only