________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
શ્રી નવપદ પ્રવચન કંચન અને કામિનીનો પ્રવેશ :
સો-બસો વર્ષ પહેલાં શિથિલતા આવી હતી, યતિયુગ આવ્યો હતો. યતિ પૈસા રાખતા, પગમાં બૂટ પહેરતા, વાહનમાં મુસાફરી કરતા, પણ એટલી દઢતા હતી કે સ્ત્રીને સ્પર્શ કરતા ન હતા. જો કે છેલ્લે છેલ્લે એ વાત પણ જતી રહી હતી. જેમ જેમ શિથિલતા આવે, તેમ તેમ કંચન અને કામિનીનો પ્રવેશ થાય જ. કામિની આવે એટલે કંચન આવે! યતિ ઘરબારી થયા. સમગ્ર ભારત દેશમાં આઠ-દશ સાધુ જ સંયમનું ચુસ્ત પાલન કરનારા રહી ગયા હતા. ત્યાં શ્રી સત્યવિજયજી પંન્યાસે ક્રિયોદ્ધાર કર્યો અને સંયમી સાધુ-વર્ગ વધવા માંડ્યો. હવે પાછું શિથિલાચારને ઉત્તેજન મળવું શરૂ થઈ ગયું છે! બખડજંતર ચાલુ છે? કારણ? તમે ગૃહસ્થાશ્રમીઓને ચારિત્ર શું છે? મહાવ્રતો શું છે? સાધુતા શું છે? તેનું જ્ઞાન છે ખરું? બતાવશો સાધુનાં મહાવ્રતો કેટલાં? ક્યાં ક્યાં? “પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ' એટલે શું? કદાચ તેમના નામ તમારામાંથી બે-ચાર બતાવી શકશો પણ સૂક્ષ્મતાથી અને વિસ્તારપૂર્વક પુછાય તો કોણ જવાબ આપશે? તમે સાધુજીવનના આચાર અને વિચારનું જ્ઞાન મેળવવું બંધ કર્યું છે. તમે કહેશો “અમારે શું લેવાદેવા? અમારે તો સાધુનાં કપડાં પહેર્યા એ સાધુ! એમના આચાર-વિચાર એ જાણે!” એમ જ ને? સંઘના આગેવાન કેવા હોય?
સાધુજીવનનું જ્ઞાન શ્રાવક-શ્રાવિકાને ન હોય તો તે સાધુ-સાધ્વીની સાધનામાં સહાયક ન બની શકે. અરે! સંઘના કે સમાજના આગેવાન ગણાતા લોકોને પણ આ વિષયનું જ્ઞાન છે ખરું? સંઘના આગેવાન કોણ? ૉલેજમાં કોઈ ડિગ્રી મેળવી હોય, કે પ-૨૫ લાખ કમાઈ લીધા હોય તે જ ને? સત્તાના સિંહાસન પર બેસી સમાજનું, સંઘનું અગ્રસ્થાન ભોગવે! ધર્મના ક્ષેત્રમાં અગ્રતા ભોગવે! તેને ખબર નથી સાધુજીવનના આચારની, ખબર નથી સાધુતાની, ખબર નથી ધર્મના સિદ્ધાંતોની! આવા આગેવાનો સમાજને ખોટે માર્ગે દોરી જાય ને?
બસ એક જ વાત! “દુનિયા બદલાઈ ગઈ છે, તમે પણ બદલાઈ જાઓ!' પણ તેમને પૂછો કે હવા બદલાઈ છે? પાણી બદલાયું છે? હા, તમારું હૃદય મીઠું હતું તે કડવું બન્યું છે! પણ પાણી કડવું બન્યું છે? પાણી નિર્ણય કરે કે આપણે કડવું બનવું! કારણ કે દુનિયા કડવી બની છે! દુનિયા બદલાઈ છે! આમ, હવાપાણી પણ બદલાઈ જાય તો?
જો કે હવે તો હવા અને પાણી બદલાવા લાગ્યાં છે. વૈજ્ઞાનિકોને ચિંતા થવા
For Private And Personal Use Only