________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું મંડનમિશ્ર : પણ મારી પાસે પૈસા નથી. નાવિક : તમારું નામ શું? મંડનમિશ્ર : લોકો મને “મંડનમિશ્ર' કહે છે. નાવિક : તમે મંડન મિશ્રજી? મંડન મિશ્રની આ શકલ?
ક્યાં જવું છે? રાજાની સભામાં? મંડન મિશ્રાજી રાજાની ખુશામત કરવા જાય ખરા? આ તમે મંડન મિશ્ર! મહેરબાની કરીને આવી ખોટી વાત કોઈને ન કહેશો; અને મંડન મિશ્રજીના નામને કલંકિત ન કરશો.'
આ વાત સાંભળીને મંડનમિશ્રની આંખમાં આંસુ આવી ગયાં. તેમને મનમાં થયું : “આ અજ્ઞાન ગામડિયો.... તેણે મને (મંડનમિશ્રને) પ્રત્યક્ષ જોયો નથી.... ફક્ત મારા વિશે સાંભળેલું છે. તેના મનમાં મંડન મિશ્ર માટે કેટલી ઊંચી કલ્પના છે?... મારે રાજસભામાં નથી જવું....”મંડનમિશ્ર મનમાં વિચારે છે,
ત્યાં નાવિકે જોયું કે તેમની આંખમાં આંસુ આવી ગયાં છે, તેથી તે ગભરાયો.... તે બોલ્યો : 'હે ભૂદેવ, માફ કરો....... તમને નાવમાં મફત લઈ જઈશ, પાછા ન જશો! નારાજ ન થશો!.
મંડનમિત્રે કહ્યું “ભાઈ, મંડનમિશ્રની તારી કલ્પનાને હું ખંડિત કરવા માગતો નથી. પેટ ભરવા ખાતર.... સરસ્વતીને વેચવા રાજસભામાં જઈશ નહીં.. હું તારા પર નારાજ નથી. તેં તો મને ભવ્ય પ્રેરણા આપી છે!
નાવિક કહે “તો આપ જ મંડનમિશ્ર છો?' નાવિક મંડન મિશ્રના ચરણોમાં નમી પડ્યો; રડી પડ્યો.
કેવા હતા એ જ્ઞાનના આરાધક અને ઉપાસક! પૈસાની કે પેટની ચિંતા કરે તો પછી એ જ્ઞાની કેવી રીતે? જ્ઞાનની આરાધના-ઉપાસના માટે મનુષ્ય આવા મહાપુરુષોને આદર્શરૂપે સ્થાપવા જોઈએ. વિદુષી સરસ્વતી :
આ મંડન મિશ્રની પત્ની સરસ્વતી પણ મહાવિદુષી હતાં. શંકરાચાર્યને પરાજિત કરનાર મંડન મિશ્ર હતા. મંડનમિશ્ર અને શંકરાચાર્ય વચ્ચે વાદવિવાદ થયો, ત્યારે તેમના મધ્યસ્થ તરીકે સરસ્વતી બેઠા હતાં! કેવાં વિદુષી હશે? આ તો છે પૂર્વકાળની તેજસ્વિતા! પણ આજે?
પતિ જ્ઞાનનો અર્થી તો પત્ની ધનની અર્થી! આવું કજોડું! અથવા પતિ ધનનો અર્થી તો પત્ની જ્ઞાનની અર્થી! આવું કજોડું! પત્ની પ્રતિક્રમણ કરવા જાય અને
For Private And Personal Use Only