________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
શ્રી નવપદ પ્રવચન પતિ સિનેમા જોવા જાય! એક બીજાને સમજવાનું જ્ઞાન નહીં હોય, જ્ઞાન-દષ્ટિ નહીં હોય તો જીવન બરબાદ થતાં વાર નહીં લાગે. માટે જ વર્તમાન માનવજીવન લેશમય, પાપમય અને કષ્ટમય બનતું જાય છે. અમેરિકન જીવનપદ્ધતિ :
અમેરિકાની સ્થિતિ જુઓ : ત્યાં છુટાછેડા વાતવાતમાં ત્યાં family life કૌટુંબિક જીવન નથી. બધાંય અલગ! છોકરા કે છોકરી ૧૬-૧૮ વર્ષનાં થાય પછી તેમને કોઈ કાંઈ કહી ન શકે. માતા-પિતા પણ કંઈ કહી ન શકે! માતાપિતાને કંઈ કહેવાનો અધિકાર નહીં! પોતાને ગમે તેની સાથે લગ્ન કરી શકે! નાપસંદ પડ્યું તો છૂટાછેડા! આખી જિંદગી mental worries, માનસિક ચિંતાઓથી હેરાના મનનું balance નથી રહેતું! મનની સમતુલા જળવાતી નથી! વિચારો, દુનિયાભરનું જ્ઞાન ત્યાં મળે છે, પણ પ્રસન્ન અને પવિત્ર જીવન જીવવાનું જ્ઞાન મળતું નથી. જે સમ્યજ્ઞાન જોઈએ તે મળતું નથી, જીવનનો સાચો આનંદ મળતો નથી. સમ્યગુજ્ઞાન અનિવાર્ય :
પરમ સુખ અને પરમ શાન્તિ આપનારું જ્ઞાન પ્રાપ્ત નહીં કરો તો તમારી પણ આવી કઢંગી સ્થિતિ થવાની. સમ્યજ્ઞાન બધાંને મળે, નાના અને મોટા સહુને મળે, તેવી વ્યવસ્થા જલદી નહીં કરો તો પરિણામ ભયંકર આવશે. વૃદ્ધ અને યુવાન, તરુણ-તરુણી,-કિશોર-કિશોરી, બાળક ને બાલિકા, સહુને જ્ઞાન આવશ્યક છે. સમાજના હિતચિંતક, સંઘના હિતચિંતક આ અંગે વિચાર નહીં કરે, સંધને, સમાજને જ્ઞાન નહીં આપે તો ભવિષ્ય અંધકારમય છે. પરિસ્થિતિ હાથ બહાર જશે, આજે દેશનો કંટ્રોલ દેશના નેતાઓના હાથમાં રહ્યો નથી. હિંદુ સમાજમાં તેમના ધર્મગુરૂઓના હાથમાં લગામ રહી નથી. હજુ જૈન સંઘ પર ધર્મગુરૂઓનો પ્રભાવ છે, હજુ એવી વ્યવસ્થા ટકી છે કે હરકોઈ સારું કામ કરી શકે એમ છે; મર્યાદા, વિનય કાંઈક ટકેલ છે. પરંતુ હવે લાંબા ગાળા સુધી વધારે ટકે એવું લાગતું નથી. તમારા દીકરા-દીકરી જ્યાં જાય છે, તે સ્કૂલકૉલેજોમાં વિનય-મર્યાદા રહ્યાં નથી. જે ડોસાઓ છે, તે તો ચાલ્યા જવાના ને! તેમના સ્થાને યુવાન વર્ગ આવવાનો. તેમના દિમાગ, તેમના વિચાર.... આજે કેવા બની રહ્યા છે, તે તમે સમજો છો? તેઓ શું કરશે? તમે ધર્મસ્થાનોનું સર્જન કર્યું, તેઓ વિસર્જન કરશે!
For Private And Personal Use Only