________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું પ્રવૃત્તિઓ હોય છે, તો અમારી પાસે આવે ક્યારે? આથી સેંકડો છોકરાછોકરીઓનો સાધુ-સાધ્વી સાથેનો સંબંધ તૂટી જશે. માટે પરમેનન્ટ વ્યવસ્થા ધાર્મિક પાઠશાળાની હોય તો સવારે, બપોરે, સાંજે, રાત્રે છોકરા-છોકરીઓ આવી શકે. પાઠશાળાનું કામ રેગ્યુલર ચાલે. એ માટે બાર શ્રીમંતોનું ધન મળે અને બે ત્રણ કર્મઠ કાર્યકરો મળી જાય, એટલે કામ થઈ જાય.
જીવનના પ્રારંભમાં સમ્યજ્ઞાન મળશે, તો તેમનું પાછળનું જીવન હૈયાહોળી, વગરનું હશે. તેમનું જીવન ધર્મમય, જ્ઞાનમય બનશે. પાપના ઉદયે દુઃખ આવશે તો પણ હતાશા-નિરાશ કે દીન-લાચાર નહીં બને. સુખનો ઉદય આવશે તો અભિમાની-ગર્વિષ્ઠ નહીં બને. આમ પાપ-પુણ્ય ઉભયના ઉદયમાં વિવેકથી સમતુલા જાળવી જીવનને સમાધિવાળું બનાવી ભાવિ ઉજ્વળ કરશે.
આ યોજના અમલમાં મુકાઈ જાય તો આ ચાતુર્માસ સફળ! અહીં નવકારમંત્રની સુંદર આરાધના થઈ. આયંબિલ-ઓળીની આરાધના થઈ અને શ્રુતજ્ઞાનના ઉપધાન તપની આરાધના થઈ. હવે એના પર આ ધાર્મિક પાઠશાળાનો યોજનારૂપી કળશ ચઢાવી દેશો ને? શું કળશ ચઢ્યા વિના મંદિર પરિપૂર્ણ ગણાય? ઉપધાન પણ જ્ઞાનોપાસના માટે છે :
ઉપધાન-તપ પણ જ્ઞાનની જ ઉપાસના છે. નવકારમંત્રનો અધિકાર પ્રાપ્ત કરવા, તેનું રહસ્ય સમજવા માટે અઢાર દિવસનું તપ છે. “ઈરિયાવહી અને તસ્સ-ઉત્તરી” સૂત્રનો અધિકાર પ્રાપ્ત કરવા, તેમનું રહસ્ય સમજવા માટે પછીના ૧૮ દિવસનું તપ છે. ત્યાર પછીના ચાર દિવસમાં “અરિહંત ચેઇયાણ' ને “અન્નત્થ-સૂત્ર'નો ને “વૈયાવચ્ચ”-સૂત્રનો અધિકાર પ્રાપ્ત થાય છે.
વિચારો કરો કે આઠ સૂત્રના અધિકાર માટે વ્યક્તિ આટલું ધન ખર્ચે છે! એક પુણ્યશાળી હજારો રૂપિયા ખર્ચે છે, તો સમગ્ર સંઘ મળીને બે-ત્રણ લાખનું ફંડ ન કરી શકે?
જ્ઞાનપદનું ધ્યાન શ્વેતવર્ણમાં કરવાનું છે. જ્ઞાન-જ્ઞાની પ્રત્યે બહુમાન જાગ્રત રાખીને એકાગ્ર બનીને જો ધ્યાન કરો તો તમે પણ જ્ઞાની બની શકશો. આજે આટલું જ.
For Private And Personal Use Only