________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૨૯
ધ્યાન ક૨વાનો અભ્યાસ કરવો જોઈએ. વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે જરૂર પ્રગતિ થાય. માટે સિદ્ધચક્ર પર મનને સ્થિર કરવા ત્રણ વાતો જરૂરી છે : પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ. હૃદયમાં આ ત્રણ વાતો આવી જાય તો સિદ્ધચક્રના ધ્યાનમાં સ્થિરતા સહજ રૂપે અને સરળતાથી આવી જાય. સિદ્ધચક્રજીની અત્યંતર સાધનામાં પ્રવેશવાનું લક્ષ બનાવો.
સિદ્ધચક્રનું ધ્યાન, નવપદનું ધ્યાન જે કરવાનું છે, તે માટે કમળની કલ્પના ફરો. આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરો અને એ કમળમાં સિદ્ધચક્રજીનું ધ્યાન ધરો.
ઉપાધ્યાયની પાંખડી અને સાધુપદની પાંખડી વચ્ચે જે પાંખડી છે, તેમાં ચારિત્રપદનું ધ્યાન ધરવાનું છે! આજે ચારિત્રપદનું ધ્યાન ધરવાનું છે ને? કેવી ૨ીતે ધરશો? તે પદનું ધ્યાન કેવી રીતે ધરાય?
ચારિત્રવંતનું ધ્યાન ઃ
જેનામાં ચારિત્ર હોય, ચારિત્રના ગુણ જેનામાં હોય, તેવા ચારિત્રવંત વંદનીય સાધુપુરુષનું ધ્યાન ધરવાનું. ચારિત્રવંતનું ધ્યાન ધરવા માટે મહાન ચારિત્રવંત આત્માનો પરિચય જોઈએ! જેણે ઉત્તમ ચારિત્ર પાળેલું હોય, જે આત્મા મહાન સંયમી હોય એવા મહાપુરુષનું ધ્યાન ધરવાનું. આત્મા ચારિત્રના માધ્યમથી મહાત્મા બને છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, અને પરિગ્રહ-આ પાંચ પાપોનો સર્વથા આજીવન ત્યાગ કરનાર આત્મા ચારિત્રવંત કહેવાય.
તમે પાપોનો આંશિક ત્યાગ તો કરી શકો ને? હિંસાનો સંપૂર્ણ ત્યાગ શક્ય ન હોય તો આંશિક ત્યાગ કરો. સંસારમાં સર્વથા અસત્યનો ત્યાગ ન કરી શકો તો
અમુક અંશે તો જરૂ૨ ત્યાગ કરી શકાય. તેવી રીતે ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ
આ પાપોનો અલ્પમાત્રામાં પણ ત્યાગ કરી શકો ને? પાપોનો ત્યાગ એ જ મહાનતાનો માર્ગ છે. જે પાપોને પાપ ન માને; જેના જીવનમાં ભરપૂર પાપાચરણ હોય, પાપોનો ત્યાગ કરવાની કોઈ ઇચ્છા જ ન હોય.... તો તેને જૈન જ કેમ કહેવાય? પાપોનો ત્યાગ જેને ગમે નહીં; તેને ચારિત્રવંત ગમે નહીં. બિનજરૂરી પાપોનો ત્યાગ તો કરો :
પહેલાં અનાવશ્યક પાપોનો તો ત્યાગ કરો! પછી સંસારનાં આવશ્યક પાપોના ત્યાગની વાત! આવશ્યક એટલે ચૂલો સળગાવવો પડે, રસોઈ બનાવવી પડે.... વગેરે. તેમાં પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયના જીવોની વિરાધના થાય છે, પણ તે સકારણ છે! પરંતુ અનાવશ્યક પાપો તો
For Private And Personal Use Only