________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું મનને જ્યાં શ્રદ્ધા છે, જ્યાં પ્રેમ છે, જ્યાં ભક્તિ છે, ત્યાં ધ્યાન સરળ, સહજ અને નિશ્ચિત રૂપે થાય છે. જીવનની કોઈ પણ ક્રિયા હોય, મન તો એમાં જ એકાગ્ર બનશે, જો એને એ ક્રિયા પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ હશે તો.
છોકરાને પરમાત્મા જિનેશ્વર તરફ શ્રદ્ધા જ નથી, અને તેને કહો કે મંદિરમાં જા,' તે જશે, પણ એનું મન પરમાત્મામાં સ્થિર નહીં જ બને. બાળકને માતા પ્રત્યે ભક્તિ નથી, પછી માતા ગમે તે કહેશે તો પણ તે માનશે નહીં; કદાચ તે માનશે, તો એક આજ્ઞા માનશે, ૯૯ આજ્ઞાનો ભંગ કરશે!
શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ વિના સિદ્ધચક્રની આરાધનામાં તમે સ્થિર નહીં બની શકો. સિદ્ધચક્રની આરાધનામાં સ્થિરતા પ્રાપ્ત કરવા શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ ઊભરાવાં જોઈએ. એ શ્રદ્ધા વગેરે સામાન્ય કોટિનાં નહીં ચાલે. દુનિયામાં સહુથી વધારે શ્રદ્ધા સિદ્ધચક્ર ઉપર જોઈએ, સહુથી વધારે પ્રેમ અને ભક્તિ જોઈએ; અર્થાત્ અનન્ય શ્રદ્ધા વગેરે જોઈએ. સિદ્ધચક્રનું ધ્યાન કેમ નહીં?:
સિદ્ધચક્રજીની માત્ર બાહ્ય આરાધના કરીને સંતોષ માનવાથી નહીં ચાલે. અમે હંમેશ સિદ્ધચક્રજીની પૂજા કરીએ છીએ,’ માત્ર પૂજનથી સંતોષ માનો છો ને? પણ એટલાથી ન ચાલે.
એક વ્યક્તિને જમવાનું આમંત્રણ આપો, તે આવે, આસન પાથરો, પાટલો મૂકો, થાળી મૂકો, ભોજન પીરસો અને પછી કહો : “બસ, કામ પૂરું થયું. હવે ઊભા થઈ જાઓ.’ તો તેને તૃપ્તિ થશે? અરે, તેનું મુખ્ય કામ તો હવે આવે છે. ભોજન કરવાનું! તેમ તમે આયંબિલનું તપ કરો. ખમાસમણા દો, સાથિયા કરો...... સિદ્ધચક્રનું પૂજન કરો, નૈવેદ્ય ચઢાવો, ફળ ચઢાવો, બધું કરો... પણ ધ્યાન ન ધર! બધું કરીને જે કરવાનું છે.... જ્યાં પહોંચવાનું છે, ત્યાં ન પહોંચો તો બધું કરેલું શું કામનું?
સંસારની દરેક ક્રિયા પૂર્ણ કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ સિદ્ધચક્રની આરાધના પૂર્ણ કરવાનું કેમ રહી ગયું? તેનાં કારણો છે : કાં તો બાહ્ય આરાધનામાંથી આંતરિક આરાધનામાં પ્રવેશ કરવાનો માર્ગ નથી મળ્યો, અથવા તે માર્ગ આપણને બતાવવામાં નથી આવ્ય અથવા કોઈએ માર્ગ બતાવ્યો તો આપણે આપણી અશક્તિ બતાવી! એમ કહે છે કે : જઈએ તો વધુ નૈવેદ્ય ધરાવીએ, વધારે ફળ મીઠાઈ ધરાવીએ.... પણ ધ્યાન તો ખૂબ જ કઠિન છે. એ નહીં થાય.' કઠિન? કઠિન જરૂર છે, પણ અશક્ય નથી.
For Private And Personal Use Only