________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* વ્યાખ્યાન દશમું
)
સમ્યગું ચારિત્રપદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્યભગવંત શ્રી રત્નશેખરસુરિજી મહારાજા શ્રીપાલ કથાના પ્રારંભમાં હૃદયકમળમાં અરિહંતાદિ નવપદોનું ધ્યાન ધરીને સિદ્ધચક્રજીનો મહિમા બતાવે છે. સિદ્ધચક્રજીની આરાધના બે પ્રકારે છે : બાહ્ય આરાધના અને અત્યંતર આરાધના. આરાધનાના બે પ્રકાર :
બાહ્ય આરાધનામાં આયંબિલ-તપ, દેવ-વંદન, સિદ્ધચક્ર યંત્રનું પૂજન, સાથિયા, ખમાસમણાં, પ્રદક્ષિણા વગેરે આવે છે.
સિદ્ધચક્રની અત્યંતર આરાધના એટલે સિદ્ધચક્રનું ધ્યાન. બાહ્ય આરાધના આંતરિક આરાધનામાં જવા માટે છે. બાહ્ય આરાધના આંતરિક આરાધનામાં પ્રેરક છે. બાહ્ય આરાધનામાંથી આંતરિક આરાધનામાં પ્રવેશ કરવાનું લક્ષ્ય બનવું જોઈએ. જ્યાં સુધી આ લક્ષ્ય ન બન્યું હોય, ત્યાં સુધી બાહ્ય આરાધના આંતરિક આરાધનામાં લઈ જઈ શકતી નથી. શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ :
સિદ્ધચક્રના પૂજનથી સિદ્ધચક્રજી તરફ હૃદયમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ પેદા થાય છે અને ધ્યાનમાં આવશ્યક પણ આ ત્રણેય તત્ત્વો છે : શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ, પૂજામાં પૂજ્યના ચરણે સમર્પણ કરવાનું હોય છે. ત્યાગ પણ કરવાનો હોય છે.
મનનો એક એવો સ્વભાવ છે કે જ્યાં તે સમર્પણ કરશે, જેને માટે ત્યાગ કરશે, તેના તરફ શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિવાળું તે બનશે.
સિદ્ધચક્રનું પૂજન કર્યું, સિદ્ધચક્રનો જપ કર્યો, આયંબિલનું તપ કર્યો, એટલે સંસારના અસંખ્ય વિષયોમાં ફેલાયેલા મનનું સ્થિર કેન્દ્રીકરણ થયું. આડાઅવળા ભટકતા મનને ખેંચી લાવીને સિદ્ધચક્ર પર સ્થિર કર્યું! હવે જો પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ જાગ્રત થઈ હોય તો સિદ્ધચક્રના ધ્યાનમાં ખૂબ જ આસાનીથી પ્રવેશ થઈ શકશે.
For Private And Personal Use Only