________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
જ્ઞાનદાનનું મહત્ત્વ સમજો :
સભ્યજ્ઞાનનું દાન આપવામાં ધન તો ખર્ચાવાનું. દર મહિને ૧,૦૦૦ રૂપિયા ધાર્મિક શિક્ષણ માટે ન ખર્ચી શકો? બાર માસ માટે ૧૨ હજાર! ૫૨માત્મા જિનેશ્વર દેવના ઉપદેશો-આજ્ઞાઓનું જ્ઞાન આપવા માટે વર્ષે બાર હજારનો ખર્ચ વધુ ગણાય?
હૃદયકમલ મેં ધ્યાન ધરત
જે શ્રાવકસંધ પરમાત્માની ભક્તિ સુંદર કરે છે, જે સંઘ ધર્મિષ્ઠ ગણાય છે, તે સંઘ પરમાત્માની આજ્ઞાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દશ-બાર હજાર ન ખર્ચી શકે? શું જ્ઞાનદાનમાં ધર્મ નથી? જ્ઞાન-દાનનો મહિમા જાણતા નથી? તમને શું થઈ ગયું છે?
મારા પ્રત્યે તમને ભક્તિ છે, તો હું કહું તો સુકૃતમાં ખર્ચ કરો કે નહીં? તો જે પરમાત્મા પ્રત્યે તમને આટ-આટલી ભક્તિ છે, તેમની આજ્ઞા માનવાની નહીં? સમ્યગ્નાનની જ્યોત જલતી રાખો. છોકરા-છોકરીઓના વ્યાવહારિક જ્ઞાન માટે કેટલું ખર્ચ કરો છો? તમારા શહેરમાં જૈનોનાં ઘર કેટલાં? દરેક ઘર વ્યાવહારિક જ્ઞાન માટે દશ પંદર રૂપિયાનો ખર્ચ તો મહિને કરતો હશે ને? કેટલાંક ઘર છે ગામમાં? તો મહિને દશ હજારનો ખર્ચ થાય ને? બાર મહિનાના કેટલા થાય? લગભગ સવા લાખ!
જે સંઘ પ્રતિ વર્ષ વ્યાવહારિક જ્ઞાન માટે સવા લાખ ખર્ચી શકે, તે સંઘ સમ્યજ્ઞાન માટે દશ-બાર હજાર ન ખર્ચી શકે? પહેલું કામ ધાર્મિક પાઠશાળાનું કેમ ન થાય? શું છોકરાઓને સમય મળતો નથી? ના રે ના, ટાઇમનો પ્રશ્ન જ નથી. તેઓ તેમનો સમય રખડવામાં કેટલો બગાડે છે? તે તમે જાણો છો? ધાર્મિક પાઠશાળા ચલાવવી હોય તો કોઈ સારા વિદ્વાન અધ્યાપક લાવો કે જેમની પ્રતિભા હોય, ભલે સારો પગાર આપવો પડે તો આપો. મહિને ૨૦૦૩૦૦ રૂપિયાનું ઇનામ રાખો. જુઓ, કેટલી સંખ્યા થાય છે! સ્ત્રી-પુરૂષો બધાં જ અધ્યયન કરે. દિવસમાં પાંચ કલાક પાઠશાળા ચાલે. ત્યાં નાના મોટા, સ્ત્રીપુરૂષો સાધુ-સાધ્વી બધાંનું અધ્યયન ચાલે.
For Private And Personal Use Only
કહેવાય છે કે મધ્યપ્રદેશમાં રતલામ જેવું ધાર્મિક શહેર નથી! તે માટે તમે લોકો ગૌરવ લો છો! તો શું એવા બાર શ્રીમંત નથી મળતા કે જેઓ વર્ષે એક હજાર રૂપિયા જ્ઞાનદાનમાં આપે? મને ખબર છે-દર વર્ષે કેટલાંય કાર્યો પાછળ તમારામાંથી કેટલાક ભાઈઓ પાંચ-પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરે છે, તે શું દર વર્ષે એક હજાર ન આપી શકે? ખાસ ધ્યાન આપવાની જરૂર છે.