Book Title: Ruday Kamal Me Dhayan Dharat Hu
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 126
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૧૩ બગડી જશે એ જાણો છો? એ પણ સમજો કે જેનું ધ્યાન સિદ્ધચક્રમાં લાગી ગયું તેનું જગતમાં કોઈ કાંઈ બગાડી શકતું નથી! શ્રીપાળ અને મયણાનું ધ્યાન : મયણાએ સિદ્ધચક્રમાં ધ્યાન લગાવ્યું. કેવી હતી તેની મનની નિર્મળતા? મનની પવિત્રતાએ શરીરને નીરોગી બનાવ્યું હતું, પરંતુ લોકો શું કહેતા હતા? “જુઓ, આ શરીર કોઢ રોગથી ઘેરાયેલું હતું, તે કેવું નીરોગી બની ગયું? કેવું સુંદર! શરીર પહેલાં તો મન સુંદર નીરોગી બન્યું હતું! પરંતુ લોકોનું ધ્યાન શરીર પર ગયું, મન પર નહીં! આ બહારની વાત યાદ રાખીને તમે આરાધના કરો છો ને? તમે બધાએ સ્ત્રી, ધન, શરીરસૌંદર્ય યાદ રાખ્યાં, અંદરના પરિવર્તનને ભૂલી ગયા! શ્રીપાળ-મયણાના મન પર, હૃદય પર, આત્મા પર સિદ્ધચક્રજીની કેવી અસર પડી હતી? મન કેવું નિર્મળ બન્યું હતું? હૃદય કેવી પ્રસન્નતા અનુભવતું હતું. આત્માનો ઉલ્લાસ કેવો હતો? આ બધું ભૂલી ગયા ને? ધ્યાન ધરવાથી શ્રીપાળને જે બાહ્ય સુખો મળ્યાં તે તમારે જોઈએ છે, પરંતુ અંદરની ચીજ મેળવવા ઇચ્છો છો? આંતરિક પરિવર્તન ચાહો છો? પહેલા સિદ્ધચક્રની આરાધના કરીને આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરો, પછી બહારની સિદ્ધિ તો ઓટોમેટિક મળી જશે! ખેડૂત ખેતરમાં બીજ વાવે, ઘઉં વાવે, તે શાના પાકની આશા રાખશે? ઘઉની ને કે ઘાસની? ઘાસની ઇચ્છા ન રાખે તો પણ ઘાસ મળે કે નહીં? વલોણું શા માટે કરો? ઘી અને માખણ માટે ને? છતાં છાશ તો મળે જ ને? વચલી વચલી વાત તો આપોઆપ મળે છે! તો સિદ્ધચક્રની આરાધના મનની નિર્મળતા માટે કરો. આત્માના સૌંદર્ય માટે કરો, બાહ્ય ધન, રૂપ વગેરે તો વગરમાંગે મળશે! વર્તમાન ક્રિયામાં લીન બનો : મારો પતિ નીરોગી-બને' આ વાત નવપદની આરાધના વખતે મયણા ભૂલી ગઈ હતી. તેણે આવી કોઈ ઇચ્છા કરી ન હતી. ઇચ્છારહિત બની હતી. પતિના વિચારો જો એણે કર્યા હોત તો તેની આરાધના ડહોળાઈ જાત. આરાધનામાં એકાગ્ર ન બની શકત. ફક્ત સિદ્ધચક્રજી! માત્ર નવપદ! એ સિવાય એને બીજું કોઈ ધ્યાન ન હતું. કોઈ પણ એક ધર્માનુષ્ઠાનની આરાધના વખતે બીજા ધર્માનુષ્ઠાનનો વિચાર ન કરવો જોઈએ. બાળકનું ધ્યાન જમતી વખતે રમતમાં હોય તો તે સરખી રીતે ખાઈ શકે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188