________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૧૯ ગાંજા-અફીણ વગેરે નશામાં ચઢી ગયા છે! સ્કૂલ કે કોલેજમાં ભણતાં છોકરાનાં ખીસામાંથી ચપ્પ પણ નીકળે ને? આ તો સામાન્ય વાત થઈ પડી છે. “એમ. એ.” થવા છતાં ભાષાનું જ્ઞાન નથી! વિષય પર Mastery-પ્રભુત્વ નથી! ચોરી કરીને, બદમાસી કરીને, અધ્યાપકને મારી-ડરાવીને પાસ થઈ જાય છે!
બી. એ. ભણતા એક વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે એવો કયો દેશભક્ત હતો જેના બે પુત્રોને ભીંતમાં જડી દેવામાં આવ્યા હતા? વિદ્યાર્થીએ જવાબ આપ્યો : ભગતસિંહ
જુઓ, જ્ઞાન! ભગતસિંહ નહીં, તે હતા ગુરૂ ગોવિંદસિંહ! તેમના બે પુત્રોને મોગલોએ જીવતા ને જીવતા ભીંતમા ચણી લીધા હતા. એક પાનાના હિન્દી લખાણમાં દશ ભૂલો! પછી અંગ્રેજી અને સંસ્કૃતની તો વાત જ શી? ધાર્મિક જ્ઞાન નહીં; વ્યાવહારિક જ્ઞાન પણ ક્યાં છે? કેળવણી સંસ્થાઓ જ્ઞાનપ્રાપ્તિનું સ્થાન ન રહી. મા, બાપ કે વડીલ જ્ઞાન આપતાં નથી... સંસારમાં કોઈ જ્ઞાન આપે નહીં, પછી ઉપાશ્રયમાં આવે, ત્યાં કેવી રીતે જ્ઞાન મળે?
જ્યાં સુધી વિદ્યાર્થી અવસ્થા છે, ત્યાં સુધી આત્માનું જ્ઞાન... સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કર્યું નહીં હોય તો તેનું ગૃહસ્થ જીવન સંતપ્ત બની જવાનું. માનસિક શાંતિ હણાઈ જવાની. આજનું શિક્ષણ અર્થપ્રધાનઃ
છેલ્લાં દશ-પંદર વર્ષમાં થયેલાં આધુનિક લગ્નો-તેની તપાસ થઈ કે “તેમાં કેટલાં સફળ થયાં?' સફળ એટલે અંદરોઅંદર ઝગડે નહીં; વ્યવસ્થિત ગૃહસ્થ જીવન જીવે; સમજણપૂર્વક રહે; તેવાં કેટલા ટકા? ફક્ત ૧૦ ટકા. બાકીનાં ૯૦ ટકા લગ્ન ફેઇલ! કારણ કે ગૃહસ્થ જીવન જીવવા માટે જે જ્ઞાન મેળવવું જરૂરી હતું તે વિદ્યાર્થી અવસ્થામાં મળ્યું નહીં. ફક્ત સર્વિસ કરવા પૂરતું જ્ઞાન મળ્યું. ૨00-100 કમાઈ લે એટલું જ.
માત્ર પૈસા જ જીવન છે? ના, પૈસા જ જીવન નથી. પૈસાને જ જીવન સમજનારાઓ જીવન હારી ગયા છે અને જીવન વેડફી રહ્યા છે. પૈસા હોવા છતાં જીવનમાં ઘોર અશાન્તિ અને ઘોર સંતાપ અનુભવી રહ્યા છે.
વ્યાવહારિક જીવન જીવવાનું સાચું જ્ઞાન નથી. બીજા જીવો સાથે સદ્વ્યવહાર કરવાનું શિક્ષણ નથી. આત્માની ઓળખાણ નથી, પરમાત્મતત્ત્વ પ્રત્યે શ્રદ્ધાવિશ્વાસ નથી. ગુરુજનોનો સંગ નથી..... તો જીવન નિષ્ફળ ગયું સમજો.
For Private And Personal Use Only