________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૧૧
સાધન ન હોય કે દૃઢ મનોબળ ન હોય તો તો હાય હાય જ! જેની પાસે મનોબળ છે, સામનો કરવાનું સાધન છે, તે કપાળે હાથ દઈને નીચી મુંડીએ બેસી ન રહે, તે તો વિચારે કે ‘શું હું માયકાંગલો છું? ડાકુ ભલે ને ગમે તેવો હોય! સામનો કરીશ.' કર્મચક્રને ખતમ કરવા સાધન તો સિદ્ધચક્રજી છે જ, પરંતુ દૃઢ મનોબળ જોઈએ. તે ન હોય તો ન ચાલે. મનોબળની ખાસ આવશ્યકતા છે. માનો કે શત્રુથી ઘેરાઈ ગયા છો, હતાશ, નિરાશ થઈ ગયા છો, ત્યાં ખ્યાલ આવે કે ‘ઘરમાં ટેલિફોન છે! લાઈન કપાઈ નથી!' તરત જ પોલિસને નંબર જોડશો ને? પોલિસ ઇન્સ્પેક્ટર કહે કે : ‘અચ્છા, પોલીસ પાર્ટી તુરત આવે છે!’ અને પોલીસવાનને આવતી તમે જુઓ, તો હિંમત વધી જાય ને? તમારી સહાયતામાં એવી શક્તિ આવી છે, જે ડાકુઓથી વિશેષ છે! ‘શત્રુથી અમારી શક્તિ વધુ છે,’ આ ખ્યાલથી મનોબળ મજબૂત બને છે. સિદ્ધચક્રના સહારે નિર્ભય બનો :
‘ફર્મ ગમે તેટલાં હોય, ગમે તેવાં હોય પણ મારી પાસે સિદ્ધચક્ર છે! હું કર્મચક્રથી ડરતો નથી! આ વિચાર કરો તો હિંમત આવી જશે. શ્રીપાલે ક્યારેય કર્મનો દોષ કાઢ્યો નથી. તેમને સિદ્ધચક્ર પર એટલો બધો વિશ્વાસ હતો કે ગમે તેવાં કષ્ટોમાં પણ તે હિંમત હાર્યા નહીં.
મયણા ઘેર હતી. શ્રીપાલ પરદેશ હતા, પણ મયણાના હૃદયમાં શંકા, આશંકા, ભય કાંઈ ન હતું, તેની પાસે સિદ્ધચક્ર હતું! મનોબળ હતું. એટલું જ નહીં પણ તે સિદ્ધચક્રને ઘૂમાવી રહી હતી અને નિશાન લઈ રહી હતી! તે હમેશાં સિદ્ધચક્રની પૂજા કરતી, તેનું ધ્યાન કરતી હતી. ધ્યાન એટલે સિદ્ધચક્રને ધૂમાવવું અને પ્રાર્થના કરવી એટલે નિશાન તાકવું!
પ્રાર્થના કરનાર વ્યક્તિ જે વ્યક્તિને માટે પ્રાર્થના કરતી હોય તે વ્યક્તિ પર તે પ્રાર્થના-બળની, આધ્યાત્મિક શક્તિની અસર થાય છે! મયણાની આરાધના શ્રીપાળની કુશળતામાં ને સફળતામાં નિમિત્ત હતી. સુદર્શન શેઠ સંકટમાં હતા. ત્યારે મનોરમા ઘરમાં રહીને નવપદનું, પંચ પરમેષ્ઠીનું નિશ્ચંત મને, નિર્ભયતાપૂર્વક, નિર્મળ હૃદયથી ધ્યાન ધરતી હતી. તેને સુદર્શન શેઠમાં લેશ માત્ર શંકા ન હતી. શંકાનો કીડો મનોબળ ફોલી ખાય છે! શંકાના કીટાણુઓ ભયંકર હોય છે, શ્રદ્ધાને પોલી કરી નાખે છે. શ્રદ્ધાના મર્મને, તેના ગર્ભને ખાઈ જાય છે. તેને પોકળ બનાવી મૂકે છે. શ્રી સિદ્ધચક્રની અર્ચિત્ય શક્તિ પ્રત્યે શંકાશીલ મનુષ્ય શું કહેશે? ‘સિદ્ધચક્ર મહાન છે એ ખરૂં, પણ અમારાં કર્મ ભારે હોય તો સિદ્ધચક્ર શું કરી શકે?' બસ, આ શંકા!
For Private And Personal Use Only