________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી નવપદ પ્રવચન
ગંદા વિચારોથી મુક્ત બનો :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
સામાન્ય કક્ષાનો મનુષ્ય એમ જ સમજે છે કે ‘વિચારો તો આવે જ, તે કેમ છોડાય?' પણ તેને ખ્યાલ નથી હોતો કે વિચારો પણ છોડી શકાય છે! અપવિત્ર ગંદા વિચાર ન કરો. આત્માને મલિન કરે તેવા ક્રોધ, માન, માયા, લોભ, ચોરી, જૂઠ, પરિગ્રહ વગેરેના વિચારો છોડો, આવા અપવિત્ર, ગંદા વિચારોને મનોમંદિરમાં પ્રવેશવા જ ન દો.
મનમંદિર પર બૉર્ડ લગાવો : ‘બેડ થોટ્સ, નો એડમિશન.' ખરાબ વિચારોને પ્રવેશ નથી!'
જ્યાં પાવરહાઉસ હોય છે ત્યાં લખેલું હોય છે ને કે ‘હાઈવોલ્ટેજ, ડેન્જર' સ્પર્શ ન કરો, ભય! તેમ આપણે આપણા મનમંદિરના દરવાજે બોર્ડ લગાવવાનું. ‘Evil Thoughts, Danger' ગંદા વિચારો, ભય!'
શહેરમાં જ્યાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે, ત્યાં બોર્ડ હોય છે: Dirty water, Danger,' અહીં ગંદું પાણી છે. ગંદા પાણીમાંથી રોગોના અસંખ્ય જીવજંતુ ઊડે છે, અહીં ન આવો... ભય છે.
‘ગંદા વિચાર ન કરો’-આવું બૉર્ડ કોણ લગાવી શકે? જ્ઞાની, જ્ઞાનીપુરૂષોને દરેક વખતે અશુભ વિચારોને પ્રવેશ ન કરવા દેવા માટે પોતાને સ્વયં રોકવા નથી પડતા. દરવાજા પર ચોકીદાર હોય છે.... તે જ કામ કરે છે. જ્ઞાનીપુરૂષ પોતાના ધ્યાનમાં મસ્ત રહે છે.... ‘કોઈ ખરાબ વિચાર પેસી ન જાય' એનું વારંવાર ધ્યાન જ્ઞાની ન રાખે. અશુભ વિચારોને રોકવાનું કામ ચોકીદારનું છે. ચોકીદાર કોના ઘરે હોય? શ્રીમંતને ત્યાં ને? રાજા મહારાજાને ત્યાં ને? મિનિસ્ટરને ત્યાં ને? જ્ઞાની પણ શ્રીમંત છે! રાજા છે!
તમે જ્ઞાનધનથી શ્રીમંત નહીં બનો તો ચોકીદાર નહીં રાખી શકો, અને ચોકીદાર નહીં હોય તો કોઈ પણ ઘૂસી આવશે! માટે જ્ઞાન-શ્રીમંત બનવા જ્ઞાનથી રાજા, જ્ઞાનથી શ્રીમંત.... ધનવાન બનેલા એવા જ્ઞાની-પુરૂષોનું ધ્યાન ધરો. જેવાઓનું ધ્યાન ધરશો, તેવા બનશો!
For Private And Personal Use Only
કોનું ધ્યાન ધરશો? જ્ઞાની-પુરૂષનું ધ્યાન ધરો. તેવા એક જ્ઞાની-પુરૂષ છે જંબુસ્વામી. તેમનું ધ્યાન ધરી શકીએ.
જંબૂસ્વામી :
ગૃહસ્થાશ્રમમાં પણ જંબુસ્વામી કેવા જ્ઞાની હતા? તેમના મનમાં એક પણ