________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
વિકારી વિચારનો પ્રવેશ ન થયો. સામે આઠ આઠ રૂપવતી સ્ત્રીઓ બેઠી હતી, જંબૂકુમારને રાગી બનાવવા માટે વિવાદ કરે છે. તેઓ નિર્ણય કરીને આવી છે. પછી બોલવા, ચાલવામાં કે વાદ-વિવાદ કરવામાં કાંઈ કસર રાખે? છતાંય જંબૂકુમારના મનમાં એક પણ ખરાબ વિચાર આવતો નથી! જંબૂકુમા૨ પર કોઈ અસર નહીં! કારણ? તેઓ જ્ઞાની હતા, તેઓ નિર્વિકારી રહ્યા. કેવી તેમની આત્મધ્યાનની મસ્તી! જરાય વિકાર નહીં, જ્ઞાની નિર્વિકારી રહી શકે! સિંહગુફાવાસી મુનિ :
જ્ઞાન વિનાનો મનુષ્ય ભલે ચાર-ચાર માસના ઉપવાસ કરે, છતાં કોઈ ગૅરંટી નહીં કે તે નિર્વિકારી રહી શકે! પેલા સિંહ-ગુફાવાસી મુનિને જાણો છો ને? સ્થૂલભદ્રજીનું અનુકરણ કરવા કોશ્યાને ઘેર પહોંચ્યા. પરંતુ કોશ્યાનું મુખ જોતાં જ મોહિત થઈ ગયા, વિચલિત થઈ ગયા. ઊભા ઊભા કોશ્યાને પહેલી વખત જ જોઈ. માત્ર કેટલા શબ્દો સાંભળ્યા? ‘મહારાજ મારે ઘેર કેમ પધાર્યા?’ રૂપ જોયું, શબ્દ સાંભળ્યા અને ખતમ, વિકેટ ડાઉન! કોશ્યાએ કોઈ ફાસ્ટ બોલિંગ કરી ન હતી, હલકો બોલ ફેંક્યો હતો! છતાં સિંહ ગુફાવાસી મુનિની વિકેટ પડી ગઈ! તપ હતું, ચારિત્ર હતું, બધું હતું.... પણ જ્ઞાન ન હતું, ત્યાં ને ત્યાં મનોબળ તૂટી ગયું. કોગ્યા સામે લાચાર બની ગયા.
સ્થૂલભદ્રજી :
સ્થૂલભદ્રજીએ એક ચોમાસું કોશ્યાને ઘેર કર્યું હતું. કોશ્યાએ કોઈ કસર રાખી ન હતી. નૃત્ય કર્યાં. વિગઈઓથી ભરપૂર ભોજન તૈયાર કર્યાં, પરંતુ સ્થૂલભદ્રજી પર કોઈ અસર ન થઈ. કારણ શું? તેમનામાં જ્ઞાન હતું! જ્ઞાની તેનું નામ, જેના મનમાં વિકારો પ્રવેશી ન શકે, જ્ઞાની વિકારોને મનમાં પેસતાં રોકી શકે છે તેવા જ્ઞાની શ્રી સ્થૂલભદ્રજીના નામની માળા ફેરવો.
જ્ઞાની પુરૂષનું ધ્યાન ધરવાથી તેમના જ્ઞાનની જ્યોત આપણામાં પ્રકાશ પાથરે છે. જીવને નિર્વિકારી બનાવે, અક્રોધી, અલોભી, અમાની, અમાયી બનાવે. વિષય-વિકારોને ખતમ કરે તેવું જ્ઞાન જોઈએ.
માષતુષ મુનિ :
એક આચાર્ય ભગવાને એક વૃદ્ધ માણસને દીક્ષા આપી. વૃદ્ધને કાંઈ આવડતું ન હતું. એટલું જ આવડે કે ‘ગુરુ-મહારાજ જે કહે તે કરવું' આટલું જ્ઞાન તેમનામાં હતું. આ પણ જ્ઞાન છે! સમર્પણભાવ જ્ઞાનની ચાવી છે! ચારિત્ર લીધું
For Private And Personal Use Only