________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
શ્રી નવપદ પ્રવચન
લક્ષણો ન હોય! પૌદ્ગલિક સુખોની કામનાથી એ મિથ્યાદેવોને ન ભજે. પુણ્યપાપના સિદ્ધાંત પર શ્રદ્ધા ધરાવનાર આત્માનું તેજ અપૂર્વ હોય.
અર્હત્રક શ્રાવકે દેવને સાવ સાફ સંભળાવી દીધું ને? દેવે કહ્યું : ‘ભલે, તો હું જોઈ લઈશ, વહાણને ઊંચું કરી અને નીચે પટકીશ.... આંધી લાવીશ, પછી તું જોજે !'
અર્હત્રકે કહ્યું : ‘આપ દેવ છો, ધારો તે કરી શકો છો. પરંતુ મારે તો અરિહંતનું જ શરણ છે અને શરણ રહેશે.'
તેણે ચાર શરણો અંગીકાર કરી લીધાં. અરિહંતે સરણં પવજ્જામિ
સિદ્ધે સરણં પવજ્જામિ
સારૂં સરણે પવજ્જામિ કેવલીપત્રનં ધમ્મ સરણે પવજ્જામિ
આમ ચાર શો અંગીકાર કરી લીધાં અને સાગારી અનશન સ્વીકારી લીધું; ‘અપ્પાનું વોસિરામિ।' કરી કાર્યોત્સર્ગ-ધ્યાન લગાવી લીધું.
દેવે જહાજને સાત તાડ જેટલું ઊંચું ઊછાળ્યું! ત્યાંથી નીચે પટક્યું; પાછું ઊછાળ્યું.... પાછું પટક્યું.... પરંતુ અર્હકનું એક રૂંવાડુંય ફરકતું નથી. તે દેવ વિભંગજ્ઞાનથી જુએ છે કે ‘શ્રાવકના ભાવ કાંઈ બદલાયા છે કે નહીં?'
તમને મનમાં શું થાય છે? ‘આવી જીદ ન રાખવી જોઈએ. સંસારમાં જીદ રાખે કેમ ચાલે? ધર્મની બાબતમાં તો છૂટછાટ ચાલે.’ એમ ને? બટાટાવડા બહુ ટેસ્ટફુલ છે.... કોઈ મફત ખવડાવે છે ને બહુ આગ્રહ કરે છે તો જીદ ન રાખો ને?
આવા ઢચુપચુ દિમાગવાળા અને કમજોર હૃદયવાળા માણસોમાં સમ્યગ્દર્શન ક્યાંથી ટકે? દેવ ક્યાંથી આવે? પાકા સમ્યગ્દર્શનવાળા બનો, દેવ તો કસોટી કરવા આવે!
દેવે જોયું કે ‘આ શ્રાવક ઢીલો થાય તેમ નથી.... શ્રદ્ધાથી વિચલિત થાય એમ નથી.’ તે અર્ધજ્ઞકના ચરણે ઝૂકી ગયો અને ચાલ્યો ગયો.
સમ્યગ્દર્શન : મોક્ષનું બીજ :
સમ્યગ્દર્શન મોક્ષનું બીજ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘કોઈ આત્મા ચારિત્રથી પડે, તો તે ફરીથી ચારિત્ર ધર્મ પ્રાપ્ત કરી શકે છે, પણ જો સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થાય તો તેને અનંતકાળ સંસારમાં ભટકવું પડે છે.’
For Private And Personal Use Only