________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
દેવ છંછેડાયો. ‘આ તારી જીદ છે! ખબર છે તને તેનું શું પરિણામ આવશે? તારૂં વહાણ તૂટી જશે, ડૂબી જશે, તું ડૂબી જઈશ. તારૂં કુટુંબ ડૂબી જશે..... કોઈ કિનારે પહોંચી શકશો નહીં, તું ખતમ, તારૂં કુટુંબ ખતમ!'
અર્હન્નકે કહ્યું : 'અસાર માટે સારનો ત્યાગ નહીં કરી શકું!'
દેવ બગડ્યો! ‘તું કોની સામે જીદ કરે છે તે ખબર છે?' અર્હશકે સ્પષ્ટ વાત કહી દીધી : ‘તું મારૂં કાંઈ બગાડી શકતો નથી! હું મનુષ્ય લોકનો છું, તું દેવલોકનો છે. જો મારા પુણ્યનો ઉદય હશે, તો તું મારો વાળ પણ વાંકો કરી શકે નહીં અને જો મારા પાપનો ઉદય હશે, તો તું મને સુખી કરી દેવાને શક્તિમાન નથી!'
અર્હત્રકની આ સિંહગર્જના છે! સમ્યગ્દષ્ટિ આત્માની વાણી સિંહગર્જના હોય! તે ચેં ચેં, ચીં ચીં' કરનાર ચકલાં ન હોય! સમજ પડી? સિંહ છો ને? વારુ, અર્હન્નકના સ્થાને તમે હો તો? લાલચ કે ભયની સામે અડગ રહી શકો ને?
દેવ કહે : 'છોડી દે દેવગુરુને, અને પકડી લે મારા પગ! ન્યાલ કરી દઉં! પુત્ર દઉં, ધન દઉં, બંગલો આપું.’ આવું કહેનાર કોઈ દેવ પ્રસન્ન થાય તો તમે તેની શરત પાળો કે નહીં? તે કહે : ‘મંદિર જવાનું બંધ કરી દે, સાધુ પાસે જવાનું બંધ કરી દે, ધર્મ કરવાનું બંધ કરી દે!' સંસારનાં સુખો માટે વીતરાગ પરમાત્મા, નિગ્રન્થ સાધુ પુરુષો અને કેવળી ભગવંતોનો ધર્મ છોડવો પડે તો છોડી દોને?
ક્યાં છે સમ્યગ્દર્શન? સંસારનાં સુખો માટે દેવ-ગુરુ-ધર્મ છોડી મિથ્યાદૃષ્ટિ દેવો પાછળ ભટકનારાં આ દુનિયામાં ક્યાં ઓછાં છે?
એવાં કોઈ બાવા જોગી મળી જાય અને કહે : ‘શું નવકારમંત્રની માળા ફેરવે છે? ભેરુજીની માળા ફેરવ, દીકરો મળશે.... અને દીકરો મળી જાય.... તો જિંદગીભર કોની માળા ફેરવો? હૃદયમાં શું ભર્યું છે? સંસારનાં સુખોની જ એક માત્ર કામનાને? પુત્ર-સુખ, ધન-સુખ અને શરીર-સુખની કામનાઓ લઈને તીર્થોમાં પણ જાઓ છો ને? હા, જિનમંદિરોમાં જિનેશ્વરની ઉપાસના તો કોરાણે રહી જાય! જિનેશ્વર પરમાત્માને એક બાજુ રાખી સંસારનાં સુખ આપનારાં દેવ-દેવીઓની ઉપાસના કરનારાઓની ભીડ જામે છે. જિનેશ્વરની આંગી માટે સવા રૂપિયો અને ઘંટાકર્ણ દેવની આંગી માટે સવાસો રૂપિયા! એ દેવની સામે એક પગ પર ઊભા રહી માળા ફેરવે! સમકિતષ્ટિ જીવનાં આવાં
For Private And Personal Use Only