________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
કાર્ય-કારણભાવનું જ્ઞાન :
જે કાર્યકા૨ણ-ભાવ સમજે છે, તેનું દુઃખ અડધું ઓછું થઈ જાય છે. દુઃખનું કારણ જાણો છો? દુઃખ શાથી આવે? પાપથી જ દુઃખ આવે. આ કાર્યકારણભાવનું જ્ઞાન છે ને? તો જ્યારે દુઃખ આવે ત્યારે એમ જ વિચારો ને કે ‘મારા પાપોનું આ ફળ છે, માટે મારે ભોગવવાનું. સમતા ભાવથી!' સમ્યગ્દર્શનના પ્રકાશમાં આ જ્ઞાન થઈ જાય કે ‘આ મારાં બાંધેલા કર્મોથી જ હું દુઃખી છું' તો તમને વધુ દુઃખ નહીં લાગે, શાંતિથી દુઃખો સહન કરી શકશો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશાતા વેદનીય કર્મનો ઉદય થાય એટલે શારીરિક દુઃખ આવે જ. સમતાથી તે ભોગવી લેવાનું!
અર્હન્નક શ્રાવક :
ભગવાન મલ્લિનાથના સમયમાં એક શ્રાવક હતા. પરમ શ્રદ્ધાળુ અને નિર્મલ સમ્યગ્દર્શનવાળા! એમનું નામ અર્હન્નક. અર્હન્નક શ્રાવકના હૃદયમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અપાર-અખૂટ શ્રદ્ધાભાવ હતો! આ શ્રદ્ધાભાવ નવ તત્ત્વની
સાચી સમજમાંથી પ્રગટેલો હતો.
કાં નવ તત્ત્વો? તમને ખબર છે? તમારાં નવ તત્ત્વો જુદાં છે ને? બતાવું? પહેલું તત્ત્વ પૈસો! બીજું તત્ત્વ બંગલો! ત્રીજું તત્ત્વ પત્ની! હવે આગળ ગમે તે ગણાવો! આ તત્ત્વો પાછળ પાગલ જ ને?
નવ તત્ત્વોનાં નામ યાદ નથી? આટલા દિવસ સુધી નવ તત્ત્વનો પટ નીચે રાખ્યો હતો ને? દરરોજ એકવાર પણ વાંચતા હોત તો પણ નવતત્ત્વો યાદ રહી ગયાં હોત! હવે સાંભળી લો તે નવ તત્ત્વોનાં નામ છે : (૧) જીવ, (૨) અજીવ, (૩) પુષ્પ, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) બંધ, (૮) નિર્જરા, અને (૯) મોક્ષ.
આ નવ તત્ત્વોનું જ્ઞાન જેને થાય તેનું સમ્યગ્દર્શન એવું નિર્મળ સુદૃઢ અને ઉચ્ચ કોટિનું હોય કે ઉપરના દેવલોકના દેવ પણ તેને શ્રદ્ધાથી ભ્રષ્ટ ન કરી શકે. આવું સમ્યગ્દર્શન આ શ્રાવકમાં હતું.
એક વખત આ શ્રાવકના સમ્યગ્દર્શનની પ્રશંસા દેવલોકમાં ઇન્દ્રે કરી! આ સાંભળી એક મિથ્યાત્વી દેવને થયું કે ‘એક મનુષ્યમાં આટલી શ્રદ્ધા? અને દેવોની સમક્ષ એક મનુષ્યની આટલી પ્રશંસા? ઇન્દ્ર પણ કેવા છે કે બસ, પ્રશંસા કરવા બેઠા એટલે પ્રશંસા જ કર્યા કરે! પરંતુ દેવો સામે મનુષ્યની પ્રશંસા?'
For Private And Personal Use Only