________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
વર્યાચાર : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ-આ ચારેયમાં વિર્ય ફોરવે અર્થાત્ ચારેમાં પુરૂષાર્થશીલ રહે. આળસ નહિ, પ્રમાદ નહિ! પોતે પુરુષાર્થશીલ બને અને અન્યને બનાવે. આ રીતે આચાર્ય સ્વયં પંચાચારના આરાધક છે અને પંચાચારના પ્રચારક છે.
પ્રશ્નઃ આચાર્ય મોક્ષગામી જ હોય?
ઉત્તર : ભાવ આચાર્ય તો મોક્ષગામી હોય જ. આચાર્ય ભાવ-આચાર્ય છે કે કેમ તે તો ફક્ત તેમનો આત્મા જાણી શકે અથવા વિશિષ્ટ જ્ઞાની પુરૂષ જાણી
શકે.
આચાર્યનાં બીજાં લક્ષણો:
આપણે આચાર્ય પાસે જવું છે, તેમને સમજવા છે, તો તે પંચાચાર પાળે છે કે નહિ? બીજાને પંચાચારનું પાલન કરાવે છે કે નહિ? તે જોવાનું! આચાર્યોનાં બીજાં લક્ષણો પણ શાસ્ત્રમાં બતાવેલાં છે :
પહેલું લક્ષણ : પંચાચાર પાળે ને પળાવે.
બીજું લક્ષણ તીર્થકરની અનુપસ્થિતિમાં-તેમના સ્થાન પર આચાર્ય તીર્થકર સમાન છે. તિર્થયરસનો સૂરી'! જ્યારે તીર્થંકર પરમાત્માનો સંયોગ ન હોય ત્યારે ચતુર્વિધ સંઘ માટે આધારભૂત આચાર્ય હોય છે. આચાર્યનું સ્થાન કેટલું મહાન છે? આચાર્ય પદ મેળવવું સરળ છે પણ ભાવ-આચાર્ય બની રહેવું કઠિન છે!
સાંભળવા મુજબ, બે જતિ હતા. આચાર્ય પદ લેવા માટે નક્કી કર્યું. તેઓ મારવાડમાં પહોંચ્યા. એક ગામ પકડ્યું. દોરાધાગા કરી બે ચાર ભક્તો બનાવ્યા. ગામના લોકો પાસે વાત મૂકી. “સંઘ આચાર્ય પદ આપી શકે.' ગામ લોકો પાસે નિર્ણય કરાવ્યો. સંઘ એકઠો થયો. પત્રિકા છપાઈ અને એક-બીજાએ એકબીજાને આચાર્ય પદ આપ્યું! કોઈ પૂછે : “આચાર્ય પદ કોણે આપ્યું?' તો કહે : “સંઘે.” પાંચ-પચાસ ગૃહસ્થ મળી ગયા એટલે સંઘ?
સંધ કોને કહેવાય? જાણો છો? કેવો સંઘ અને કેવા સંયોગોમાં, કોને આચાર્ય પદ આપી શકે? કેવી અને કેટલી યોગ્યતાવાળા મુનિ આચાર્ય બની શકે તે જાણો છો? શાસ્ત્રોમાંથી એ જાણકારી મેળવી છે? પરમાત્મા જિનેશ્વરદેવના
For Private And Personal Use Only