________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
o
હૃદયકમલ મેં ધ્યાન ધરત છું લાગે. તે પૂર્વભવમાં કોઈને માર્યો હશે. કોઈને દુઃખ દીધું હશે! તેથી આવું કર્મ બંધાયું અને તે કર્મ ઉદયમાં આવ્યું એટલે તાવ આવ્યો.
બાળક કહે : તો હું કોઈને હવે નહિ મારું, કોઈને દુઃખ નહિ દઉં.... માતા કહે : તો એવું ખરાબ કર્મ નહીં બંધાય!
જ્ઞાન આવી રીતે અપાય. સંસ્કારો આવી રીતે અપાય. ધારો કે તમારી પાસે લાખો રૂપિયા હતા, ચાલ્યા ગયા. ગરીબી આવી.
છોકરા-છોકરી રડવા લાગ્યાં-“આપણે ગરીબ થઈ ગયાં...” ત્યારે મા કહે: “જુઓ, આ ધન આવ્યું હતું તે ચાલ્યું ગયું. આવ્યું ત્યારે તમે પૂછયું હતું કે આપણી પાસે ધન કેવી રીતે આવ્યું? ના. ચાલ્યું ગયું ત્યારે હાય હાય શા માટે કરો છો? પુણ્યના ઉદયથી ધન આવ્યું હતું, તે પુણ્ય ખલાસ થતાં ચાલ્યું ગયું. પુણ્યનો ઉદય ક્યારે આવે અને પાપનો ઉદય ક્યારે આવે, તેની આપણને ખબર ન પડે!
છોકરો પૂછે : આવું કેમ બને, મા?
માતા કહે : “આપણે ધર્મ કરીએ છીએ, સાથે પાપ પણ કરીએ છીએ! વળી ધર્મ કરીએ છીએ.... પછી પાપ કરીએ છીએ... તો જે ક્રમથી આપણે ધર્મ અને પાપ કરીએ છીએ, એ ક્રમથી સુખ અને દુઃખ આવે! સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખી'
તમે એક લાઈન ગોઠવી : એક રૂપિયો, એક કાંકરો, એક રૂપિયો, એક કાંકરો એમ ક્રમશ: એક-એક વસ્તુ મૂકી, પછી ક્રમશઃ ઉપાડો. શું ઉપાડશો? પહેલાં રૂપિયો, પછી કાંકરો પછી રૂપિયો ને પછી કાંકરો. તમે જે રીતે મૂક્યા હોય, તે રીતે મળે જાય!
થોડો ધર્મ, વળી પાપ, વળી ધર્મ અને પછી પાપ! પુણ્યનો ઉદય આવે એટલે સુખ, વળી પાપનો ઉદય આવે એટલે દુઃખ! સતત પુણ્યોદય જોઈએ તો સતત ધર્મ કરો! ચાર ગતિમાં સુખ-દુઃખ :
સાધુ મરીને દેવલોકમાં જાય એવું શાસ્ત્રમાં કહેલું છે. શા માટે? તદ્દન લૉજિકલ છે! સાધુ એટલે સતત ધર્મ કરવાવાળા. એટલે તેમને એવું સ્થાન મળે કે જ્યાં સતત સુખ મળે, સતત દૈહિક સુખ મળવાનું સ્થાન છે દેવલોક
જ્યાં સુખ ઓછું અને દુઃખ વધારે ભોગવવું પડે તે મનુષ્ય જીવન. ધર્મ
For Private And Personal Use Only