________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪.
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કેમ? સ્ત્રી એટલે નોકરાણી? ઘરનું કામ કરનારી નોકરાણી જોઈતી હતી તે મળી ગઈ! ખરુંને? પહેલાં મા ગુરુ બને, પછી બાપ ગુરુ બને, પછી કળાચાર્ય ગુરૂ બને અને બાળકોને સંસ્કાર આપે....
આજની શાળાઓમાં કોઈ સંસ્કાર મળતા નથી, અધ્યાપકો શું વિદ્યાર્થીઓમાં સંસ્કારસિંચન કરે છે? અને વિદ્યાર્થીઓને સંસ્કારો મેળવવાનું ગમે છે? આજે સમાજવ્યવસ્થા અને શિક્ષણવ્યવસ્થા બગડી ગઈ છે. બાળકો ભણવા માગતાં નથી, સંસ્કારી બનવા ઇચ્છતા નથી તો અધ્યાપકો-શિક્ષકો શું કરે? શિક્ષણ પણ વ્યવસાય બની ગયો છે... ધંધો થઈ ગયો છે. ધર્મગુરુઓ પણ શું કરે?
માતા પોતાનું કર્તવ્ય ન સમજે; બાપ પોતાનું કર્તવ્ય ન બજાવે... શિક્ષક પોતાની ફરજોનું પાલન ન કરે....... પછી એવું અજ્ઞાની જડ ટોળું કદાચ અમારી પાસે આવે તો અમે શું ભણાવીએ? કેટલાક કહે છે : સાહેબ, આ સ્કૂલકૉલેજના છોકરાઓને કાંઈક સુધારો... કેવી રીતે સુધારવા? આ મોટી સમસ્યા છે.
સૌથી મોટી ચિંતા એ થાય છે કે સંઘની કેવી ઘોર ઉપેક્ષા થઈ રહી છે? તમારા પેટનું પાણી હાલે છે? ખાટલે મોટી ખોડ!” માતા-પિતાને જ જ્ઞાન નહીં, પછી તે સંતાનોને શું જ્ઞાન આપે? પરંતુ જો બાળકોને જ્ઞાન આપવાની સુવ્યવસ્થા ન કરી, તો શું થશે તેની ચિંતા થાય છે?
ઉપાધ્યાય પદનું મહત્ત્વ તેને સમજાશે, જે જ્ઞાનનું મહત્ત્વ સમજશે. પાવરહાઉસનું મહત્ત્વ તે સમજશે જે પ્રકાશનું મહત્ત્વ સમજે છે. ટાંકીનું મહત્ત્વ તેને સમજાશે, જે પાણીનું મહત્ત્વ સમજે છે. ડૉક્ટરનું મહત્ત્વ તે સમજશે, જે આરોગ્યનું મહત્ત્વ સમજે છે.
ઉપાધ્યાય પદનું મહત્ત્વ સમજવા માટે સમ્યગૂજ્ઞાનનું મહત્ત્વ સમજાઈ જવું જોઈએ. મયણા અને શ્રીપાલ સમ્યગુજ્ઞાનનું મહત્ત્વ સમજેલાં હતાં માટે ઉપાધ્યાય પદના ધ્યાનમાં લીન બની શક્યાં.
For Private And Personal Use Only