________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી નવપદ પ્રવચન
જેનામાં શક્તિ અને ગુણ બન્ને હોય તેવી વ્યક્તિઓ દુનિયામાં વિરલ હોય છે. જેની પાસે ધન છે, તેઓ સમજે છે કે ‘ધનથી બધું મેળવી શકાય છે!' એટલે ગુણો તરફ દુર્લક્ષ્ય! પણ દુનિયા એટલી બેવકૂફ નથી. પહેલાં તો લોકો બોલતા ન હતા, પણ આજે તો મોઢે કહી દે છે! ગુણ નહીં હોય તો શ્રીમંતોની દુર્દશા થઈ જશે. આજે ધનવાનોના વિદ્વેષી પેદા થયા છે. સામ્યવાદ ધનવાનોનો શત્રુ છે. આજે દેશમાં ૫૦ ટકા લોકો સામ્યવાદી વિચારધારાવાળા થઈ ગયા છે. બંગાળ જુઓ, કેરળ જુઓ, જ્યાં ગરીબી વધુ ત્યાં સામ્યવાદનો પ્રચાર વધારે. ગરીબોના હૃદયમાં ધનવાનો તરફ દ્વેષ પેદા કરવો સરળ છે. જે ધનિકો ગુણહીન છે, તેમના પ્રત્યે દ્વેષ થશે. ગુણવાન ધનવાન પ્રત્યે દ્વેષ નહીં થાય. ગુણોથી જ મનુષ્ય અમર બને છે ઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે ગુણવાન હશો, તમારામાં કરૂણા હશે, ગરીબનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરતા હશો તો ગરીબો તમને ગાળો નહીં દે.
શ્રીપાલ સાધુ તો ન હતા ને? શ્રાવક હતા ને? આજે શ્રીપાલને શા માટે યાદ કરો છો! તેમના ધનથી? તેમના ચમત્કારથી? ના. તેમના ગુણોથી! ગુણથી જ મનુષ્ય અમર બને છે. ધનવાન શ્રીપાલ ભુલાઈ જશે, ગુણવાન શ્રીપાલ નહીં ભુલાય.
મયણા યાદ રહેશે, તેના ગુણોથી!
શ્રીપાલ યાદ રહેશે, તેમના ગુણોથી!
ગુણોની સુવાસ કાયમ રહી જાય છે, બીજું બધું ભુલાઈ જાય છે. જો તમારી સુવાસ દુનિયા પર મૂકી જવી છે, તો ગુણવાન બનો!
ધવલ શેઠે ઉપકાર કર્યો એક અને અપકાર કર્યા અનેક, પણ શ્રીપાલને યાદ રહ્યો ઉપકાર જ! સમજાય છે શ્રીપાલની આ યોગ્યતા? શ્રીપાલના સ્થાને તમે હો તો? શું બોલો? ‘બહુ મોટો ઉપકાર કર્યો.... એક વખત જહાજમાં લઈ ગયો.... એટલે શું થઈ ગયું? જોયો મોટો ઉપકારી!' આમ જ કહોને? કલિયુગના ધર્માત્મા!
એક વ્યક્તિ છે. સમેતશિખર જવું છે, આર્થિક સ્થિતિ સારી નથી, કોઈ શેઠની કાર સમેતશિખર જાય છે. તેને સાથે લઈ ગયા. જાત્રા કરાવી પાછા ફરે છે. ત્યાં રસ્તામાં કાંઈક એને વાંકું પડ્યું. તો તેને શો વિચાર આવશે? – ‘એક જાત્રા કરાવી તેથી શું? મને કેટલો હેરાન કર્યો? ઓહો.... બહુ મોટી યાત્રા
For Private And Personal Use Only