________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૮૭ હે પ્રિયે! તને યાવજીવ ભૂલી શકું તેમ નથી, ભલે હું પરદેશ જાઉં છું, પરંતુ મારું મન તારી પાસે જ રહેશે.” પત્ની પતિ માટે શુભ કામના કરે!
જ્યાં સુધી શ્રીપાલ પરદેશ રહ્યા, ત્યાં સુધી મયણા હંમેશાં પોતાના પતિની શુભકામના કરતી હતી. શ્રીપાલ જ્યાં હોય ત્યાં સુખી રહે, એવી શુભભાવના ભાવતી હતી.
તમે પણ બહારગામ તો જતા હશો ને? પાછા આવીને શ્રીમતીજીને ક્યારેક પૂછ્યું હતું કે “આજકાલ અકસ્માત બહુ થાય છે. હું જ્યાં હોઉં ત્યાં કુશળ રહું.” એવી શુભકામના કરો છો કે કેમ? પૂછો તો ખરા! શ્રાવિકા હોય તો જરૂર શુભકામના કરે.
મયણાનું હૃદય કેવું નિર્મળ હતું! શ્રીપાલ તરફ અવિશ્વાસ નહિ, આશંકા નહિ! સિદ્ધચક્રજીના આરાધક શ્રદ્ધાવાન હોય, નિશ્ચિત અને નિઃશંક હોય.
શ્રી સિદ્ધચક્રજીના આરાધક શ્રીપાલની આ મહાન સિદ્ધિ હતી, કે તેમણે ધવલ શેઠનું ક્યારેય અશુભ ન ઇછ્યું. ધવલ શેઠે શ્રીપાલને ખતમ કરવા પ્રયત્ન કર્યો, શ્રીપાલનું ધન લેવા ધમપછાડા કર્યા અને શ્રીપાલની સ્ત્રી મેળવવા પણ વલખાં માર્યા... આવા દુષ્ટ વૃત્તિવાળા ધવલ શેઠ પ્રત્યે પણ શ્રીપાલે દ્વેષ ન કર્યો, એનું અહિત ન કર્યું.... એનું કારણ હતું શ્રીપાલનું નિરભિમાનીપણું! જો શ્રીપાલમાં અહંકાર-અભિમાન હોત તો તેને ધવલ શેઠ ઉપર દ્વેષ થયા વિના ન રહેત! શું તેના જીવનમાં સુખ-વૈભવ ન હતાં? શું તેણે અનેક કળાઓ મેળવી ન હતી? શું પોતાની વિદ્યાથી રાજાઓને ખુશ કર્યા ન હતા? શું રાજસભામાં પોતાની શક્તિથી વિજય મેળવ્યો ન હતો? શું રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા ન હતાં? છતાં શ્રીપાલને ક્યારેય અભિમાન થયું નહીં! એનું કારણ તમે જાણો છો?
સિદ્ધચક્રજીની આરાધના કરનાર શ્રીપાલના હૃદયમાં સિદ્ધચક્રજી પ્રતિષ્ઠિત હતા! એનામાં ‘કૃતજ્ઞતા” નામનો શ્રેષ્ઠ ગુણ હતો. કૃતજ્ઞતા ગુણ છે ખરો?
ધર્મની આરાધના કરનાર જીવાત્મામાં “કૃતજ્ઞતાનો ગુણ હોવો જ જોઈએ. નાનામાં નાના બાળકના પણ ઉપકારને કૃતજ્ઞ પુરૂષ ભૂલે નહીં. ઉપકાર એક કર્યો હોય અને અપકાર દશ કરે છતાં ધર્માત્મા ઉપકાર જ યાદ રાખે. તે એમ ક્યારેય નહીં કહે કે “કર્યો મોટો ઉપકાર, એક ઉપકાર કર્યો, ને કેટલો હેરાન
For Private And Personal Use Only