________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
શ્રી નવપદ પ્રવચન
તેમ યોગીપુરૂષો માટે સિદ્ધચક્રજીનું ધ્યાન સરળ છે! પદ્માસન લગાવીને બેસી ગયા, આંખો બંધ કરી દૃષ્ટિ હૃદય-કમળ પર... નવપદ પર મન સ્થિર! યોગીપુરૂષો સરળતાથી ધ્યાન કરી શકે છે. શ્રાવક અડધો યોગ, અડધો ભોગી!
બીજો વર્ગ છે શ્રાવકનો. શ્રાવક અડધા યોગી અને અડધા ભોગી! શ્રાવક પૂર્ણ યોગી ન હોય અને પૂર્ણ ભોગી ન હોય! દા.ત. શ્રાવક સાંભળે છે જરૂ૨, પણ નિંદા નહિ, બીભત્સ શબ્દો નહિ, સ્વપ્રશંસા નહીં! આમ સાંભળવાનું અડધું છોડી દે છે. શ્રાવક પરનિંદા અને સ્વપ્રશંસા સાંભળે નહીં. શ્રાવક રેડિયો પરનાં ગીતો સાંભળે નહીં. શ્રાવક રૂપ જુએ ખરા પણ કોનું? પોતાની સ્ત્રીનું રૂપ જુએ, પરસ્ત્રીનું નહીં, પરમાત્માનું રૂપ જુએ, પોતાનું નહિ! બરાબર ને? રૂપ જુએ ખરા, પરંતુ જ્યાં તેનો અધિકાર છે ત્યાં! પૌદ્ગલિક-ભૌતિક રૂપ જોવું છે, તો તે ઘરમાં જુએ! આધ્યાત્મિક રૂપ જોવું છે તો તે પરમાત્માનું રૂપ જુએ! કદાપિ પરસ્ત્રીનું કે પોતાનું રૂપ ન જુએ. જેને શરીરનું મહત્વ છોડવું છે, તેણે વારંવાર પોતાનું રૂપ અરીસામાં ન જોવું જોઈએ. શરીરનું મમત્વ રાખવું છે કે તોડવું છે? તો દિવસમાં વારંવાર અરીસામાં તમારું રૂપ જોવાની ટેવ છોડી દો. શ્રાવકની ધ્રાણેન્દ્રિય વિષયનો ઉપભોગ કરે, પરંતુ જેટલું આવ્યું તેટલું ન સુંઘે! તેવી રીતે મામૂલી દુર્ગધમાં નાકનું ટેરવું ન ચઢાવે! શ્રાવકની જીભ વિષય-ભોગ કરે પણ જે અભક્ષ્ય છે, જે અનંતકાય છે, જે અપેય છે, તેના સ્વાદ નહીં કરે, ત્યાગ કરશે. જીભનાં બે કામ છે : સ્વાદ અનુભવવાનું અને બોલવાનું. શ્રાવક કદી કટુ શબ્દ ન બોલે; અપશબ્દ ન બોલે, અહિતકારી શબ્દ ન બોલે, શ્રાવક સ્પર્શેન્દ્રિયનાં સુખ ભોગવે, પરંતુ સ્વસ્ત્રી સાથે જ. પરસ્ત્રીનો ત્યાગ કરશે. સ્વસ્ત્રીમાં તૃપ્ત રહેશે. પરંતુ તેમાંય આસક્ત નહીં બને. વિષય-વાસના ઓછી થાય, તો બ્રહ્મચર્ય પાળું, આવી ભાવના રાખે. આમ પાંચેય ઇંદ્રિયોનાં વિષયસુખ ત્યાગવા તરફ તેની વૃત્તિ હોય. શ્રાવકનું જીવન ભોગી હોય, પણ સંપૂર્ણ ભાગી નહીં. એવી રીતે શ્રાવક સંપૂર્ણ યોગી પણ નહીં. સાંભળે તે શ્રાવક :
શ્રાવક” શબ્દનો અર્થ જાણો છો? “શ્રોતિ તિ શ્રાવ: સાંભળે તે શ્રાવકી શું સાંભળે?
૧. જિનવાણીને સાંભળે, ચોથે ગુણસ્થાનકે રહેલા મનુષ્યને જિનવાણી સાંભળવાનું ખૂબ ગમે.
For Private And Personal Use Only