________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૯૯ (ક) ત્રીજો માણસ તો કચરાવાળા પાણીને એવી રીતે ગાળીને, ઉકાળીને સાફ કરે છે કે એમાં જરાય કચરો રહે નહીં. “ડિસ્ટીલ્ડ વોટર' હોય છે ને?. ડૉક્ટર ઇજેક્શન આપવામાં આ પાણીનો ઉપયોગ કરે છે! તેવી રીતે આત્મા મિથ્યાત્વમોહનીયનો સર્વથા ક્ષય કરી નાંખે જરાય લેશમાત્ર પણ મિથ્યાત્વ ન રહે.. તેને ક્ષાયિક સમ્યક્ત કહે છે. સાસ્વાદન” અને “વેદક' :
(૪) ચોથા પ્રકારનું સમ્યક્ત છે સાસ્વાદન. આ અતિ અલ્પકાળનું સમ્યક્ત છે. અગિયારમા ગુણસ્થાનકેથી પડીને નીચે આવે... બીજા ગુણસ્થાનકે થોડી ક્ષણ રોકાય. ત્યાં સમ્યક્તનો સામાન્ય સ્વાદ અનુભવે! જેમ ગોળ ખાધા પછી ઊલટી થાય.... તો ઊલટી પછી થોડી ક્ષણ ગોળનો સ્વાદ અનુભવાય ને? તેવી રીતે સમ્યક્તનો ક્ષણિક સ્વાદ માત્ર અનુભવે.
(૫) પાંચમા પ્રકારનું સમ્યક્ત છે વેદક સભ્ય. તે તો માત્ર એક સમયનું જ હોય છે! મિથ્યાત્વમોહનીય અને મિશ્ર મોહનીય કર્મનો ક્ષય કર્યા પછી, સમ્પર્વ મોહનીયના પુંજનો ક્ષય કરે, તેના અંતિમ સમયે શુદ્ધ પરમાણુનું વેદન કરે, તે વેદક સમ્યક્ત!
આ બધો વિષય અધ્યયનનો છે. અત્યારે જ તમને બધું નહીં સમજાય. ભણ્યા નથી ને? તાત્ત્વિક અધ્યયન કરવું જોઈએ.
આ પાંચેય પ્રકારનાં સભ્યત્વ સંસારમાં પરિભ્રમણ કરતો જીવ કેટલીક વાર પ્રાપ્ત કરે છે, તે પણ સમજવું જોઈએ.
સાસ્વાદન” અને “ઉપશમ” સમ્યક્ત પાંચ વાર પ્રાપ્ત કરી શકે. “વેદક' અને “ક્ષાયિક સમ્યક્ત એક-એક વાર જ પ્રાપ્ત કરે.
જ્યારે “ક્ષયોપથમિક' સમ્યત્ત્વ જીવ અસંખ્ય વાર પ્રાપ્ત કરી શકે છે. કારક રોચક : દીપક
બીજી રીતે પણ સભ્યત્ત્વના ત્રણ પ્રકારો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે,
(૧) કારક સમ્યક્તઃ આ સમ્યક્તવાળો જીવ એમ માને કે જે જિન-કથિત તત્ત્વ છે; તે તે પ્રમાણે જ છે.
(૨) રોચક સભ્યત્વ: જિનધર્મમાં માત્ર અભિરૂચિ હોય. (૩) દીપક સભ્યત્વે : “દીવા નીચે અંધારું' આ ઉક્તિને ચરિતાર્થ કરે!
For Private And Personal Use Only