________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૯૭ આવો શ્રદ્ધાભાવ કોઈ મનુષ્યને જન્મથી હોય તો કોઈ મનુષ્યને પ્રયત્ન સાધ્ય હોય. સમ્યગુદર્શન નિસર્ગથી અને અભિગમથી ?
૧. પૂર્વજન્મોમાં શ્રદ્ધાભાવ કેળવ્યો હોય તો અહીં શ્રદ્ધાવાન માતાને પેટે જન્મ્યા હોય એટલે સમ્યગ્દર્શન જન્મથી હોય. પરમાત્મા પર, સુસાધુ પર અને ધર્મ પર સ્વાભાવિક જ શ્રદ્ધા થાય. તે માટે કોઈ પ્રયત્ન ન કરવો પડે.
૨. કોઈને આ શ્રદ્ધાભાવ જન્મથી ન હોય, પરંતુ સદૂગુરુનો સંપર્ક થાય, પરિચય થાય, શ્રદ્ધાવાન સાધર્મિકોનો પરિચય થાય; તેમના પરિચયથી સમ્યગુદર્શન પ્રાપ્ત થાય.
૩. જન્મથી નહીં, સરૂના પરિચયથી નહીં, પણ કેટલીક વખત જાતિસ્મરણજ્ઞાનથી શ્રદ્ધાભાવ જન્મે. કોઈ વખત પૂર્વભવ યાદ આવી જાય છે. પૂર્વભવમાં આરાધેલા પરમાત્માની, સુગુરૂની, ધર્મની સ્મૃતિ થાય છે. જેમ સમ્રાટ સંપ્રતિને આર્ય સુહસ્તિ મહારાજના દર્શનથી પૂર્વજન્મ યાદ આવેલો! પૂર્વ ભવમાં ભિખારી હતો.... માત્ર ખાવા માટે સાધુ બનેલો.. પણ, દેવ-ગુરુ-ધર્મ પર પ્રીતિ થઈ ગયેલી. મરીને તે સમ્રાટ અશોકના પુત્ર કુણાલને ત્યાં જન્મ્યો હતો. આર્ય સુહસ્તિ મહારાજને જોતાં એને પોતાના પૂર્વજન્મ યાદ આવી ગયો હતો અને સમ્યગ્દર્શન પ્રગયું હતું.
એવી રીતે આદ્રકુમારને અભયકુમારે પરમાત્મા જિનેશ્વરની મૂર્તિ મોકલી હતી. તેના દર્શનથી આદ્રકુમારને સમ્યગુદર્શન પ્રગટ્યું હતું. આ સમ્યગ્ગદર્શન પાંચ પ્રકારનું હોય છે, ત્રણ પ્રકારનું હોય છે અને બીજા પણ એના પ્રકારો છે.
૧. જિનોક્ત તત્વોમાં અભિરુચિ-એ સમ્યકત્વનો પ્રથમ પ્રકાર છે. સમ્યગદર્શનના છ પ્રકાર :
૨. બીજી રીતે સમ્યક્ત્વના ૬ પ્રકારો પણ બતાવવામાં આવ્યા છે. [૧] દ્રવ્ય સમ્યક્ત : પરમાર્થને ન જાણતો હોય, પરંતુ જિનવચનમાં અભિરુચિ હોય.
[૨] ભાવ સમ્યક્તઃ પરમાર્થને જાણતો, હોય અને જિનવચન પર શ્રદ્ધાભાવ ધારણ કરે. | [૩] નિશ્ચય સમ્યક્ત : રત્નત્રયી (જ્ઞાન-દર્શન ચારિત્ર) મય આત્માનો શુભ પરિણામ.
For Private And Personal Use Only