________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ૨. જિનવાણી સાંભળે અને આંશિક રીતે જીવનમાં ઉતારે, તે પાંચમે ગુણસ્થાનકે હોય.
જિનવાણી સાંભળી જીવ આનંદ અનુભવે, પ્રસન્નતા પામે, તેને સમ્યક્તનો સ્પર્શ થયો કહેવાય. શ્રાવકને જિનવાણી સાંભળતાં એટલો આનંદ આવે કે કદાચ કોઈ આવી એને કહે કે “દેવલોકની અપ્સરા આવી છે, નૃત્ય કરે છે, ગાય છે..તો ચાલ, તો તે કહેશે કે “આ જિનવાણી સાંભળવામાં મને જે આનંદ આવે છે, તેની આગળ તે અપ્સરાનાં નૃત્ય અને ગીત કૂચા છે! જિનવાણીની સરખામણીમાં તે નૃત્યગીત ઝેર છે.' સમ્યગદર્શન :
સમકિત કહો, સમ્યક્ત કહો કે સમ્યગ્દર્શન કહ, સમાન અર્થ છે. સમ્યગુ દર્શન એટલે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા. પરમાત્મા અરિહંત દેવ, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવલપરમાત્માએ બતાવેલો! આ ત્રણ તત્ત્વો પરની શ્રદ્ધા તે સમ્યગદર્શન.
अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो ।
નિખ-ત્રિતં તત્ત, ફક સમત્ત મણ દેયં ! અરિહંત મારા દેવ, સુસાધુ મારા ગુરુ અને કેવળજ્ઞાનીએ બતાવેલાં તત્ત્વોમારો ધર્મ_આ છે સમ્યગદર્શનની પ્રથમ ભૂમિકા.
પ્રશન : શ્રદ્ધા-સમ્યગ્દર્શનની પ્રથમ ભૂમિકા શા માટે?
ઉત્તર : સંસારમાં મોટા ભાગે એવા જીવો હોય છે, જે જીવોની બુદ્ધિનો વિશેષ વિકાસ થયેલો હોતો નથી, જેઓ તત્ત્વનું ચિંતન કરી શકતા નથી, ઊંડાણમાં જેઓ જઈ શકતા નથી, તેમને તો ફક્ત પરમાત્મા અરિહંતનું, સુસાધુઓનું અને કેવળી ભગવાનના ધર્મનું જ્ઞાન છે! તે જ્ઞાન પણ માત્ર અસ્તિત્વનું જ્ઞાન! એમનું સ્વરૂપ શું છે, તેની ખબર નહીં! તેઓ તો એટલું જ કહે કે : “પરમાત્મા અરિહંત અમારા દેવ. સુસાધુ અમારા ગુરૂ અને કેવળજ્ઞાની ભગવંતે બતાવેલાં તત્ત્વો-અમારો ધર્મ! આ ત્રણ પર અમારી શ્રદ્ધા પૂરી છે. '
આ છે પ્રથમ ભૂમિકાનું સમ્યગ્દર્શન. મોટા ભાગે લોકો આવી શ્રદ્ધા કરી શકે. તેઓ આ ત્રણ તત્ત્વોનું સ્વરૂપ જાણતા હોતો નથી, જાણી પણ શકતા નથી. હા, આનું મહત્ત્વ ઓછું નથી. આવો અચળ શ્રદ્ધાભાવે આત્માનું ઉત્થાન કરવાવાળો છે.
For Private And Personal Use Only