________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ધ્યાન ધરવાનું છે. તેનો અર્થ એ છે કે બહારની દુનિયામાં ભટકતા મનને ખેંચીને, બહારની દુનિયાના સંબંધ તોડીને, તે સંબંધ સિદ્ધચક્રજી સાથે જોડવાનો છે. નવપદનું ધ્યાન કેવી રીતે કરવાનું?
જે હૃદયકમળમાં આપણે ધ્યાન ધરવાનું છે. ત્યાં ચર્મચક્ષુ પહોંચતાં નથી, ચર્મચક્ષુ વડે તો ભીતરમાં કાંઈ જોઈ શકાતું નથી, પણ મનઃચક્ષુ ત્યાં પહોંચી શકે
દુનિયાભરના વિચારો અને વિકલ્પો જો મનમાં ચાલતા હોય તો મન હૃદયકમળને ન જોઈ શકે. હૃદય-કમળને ન જુએ તો કમળમાં રહેલાં નવપદને કેવી રીતે જુએ? નવપદ ન દેખાય તો મન સ્થિર ન થાય અને મન સ્થિર ન થાય તો ધ્યાન ન રહેવાય.
જ્યાં સુધી મન સંસારની ગલીઓમાં ભટકતું હોય ત્યાં સુધી એ હૃદયકમળને જોઈ ન શકે. અને હૃદયકમળને ન જુઓ તો સિદ્ધચક્રજી પર મન સ્થિર કેવી રીતે થાય? માટે મનને હૃદય તરફ વાળો! હા! પણ એ સરળ અને સહજ નથી!
સામાન્ય માનવી માટે બાહ્ય ધર્મક્રિયા કરવી સરળ છે. સિદ્ધચક્રજીના ગટ્ટાનો અભિષેક કરવો કે તેનું પૂજન કરવું સરળ છે, નવપદનાં નામો ગણવા-યાદ રાખવા પણ સરળ છે.... નવપદની પૂજા ભણાવવી સરળ છે, ગીત ગાવા સરળ છે, પણ તે નવપદના ધ્યાનમાં સ્થિર બનવું સામાન્ય માનવી માટે સરળ નથી! છતાં અશક્ય નથી! યોગીને માટે ધ્યાન સરળ છે :
કોઈ કામ અસંભવિત હોતું નથી. હા, તે મુશ્કેલ હોઈ શકે. એટલે વિશેષ પુરૂષાર્થ કરવો પડે. જેમ સંસારમાં પૈસા કમાવવા માટે એક વ્યક્તિ ટેલિફોન પર સદા કરે છે અને હજારો રૂપિયા કમાઈ લે છે. નહિ દોડવાનું, નહિ માંગવાનું સરળતાથી કમાણી થઈ જાય છે.
બીજી વ્યક્તિ છે, દશ રૂપિયા રોજ કમાય છે, પણ તે માટે બાર બાર કલાક સખત મજૂરી કરે છે, પરસેવો પાડે છે, તે કમાય છે ખરો, પણ મુશ્કેલીથી!
ત્રીજો છે ભિખારી. તેને માટે કમાવવું અસંભવિત છે! એક વર્ગને પૈસા સરળતાથી મળે છે. બીજા વર્ગને પૈસા મહેનતથી મળે છે. ત્રીજા વર્ગ માટે પૈસા કમાવવા અસંભવિત છે.
For Private And Personal Use Only