________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
શ્રીપાલને મયણાસુંદરી પાસેથી જ્ઞાન મળ્યું હતું :
શ્રીપાલના હૃદયમાં ન હતી કષાર્યોની મલિનતા કે ન હતી વેરની વાસના. શ્રીપાલને મયણા તરફથી જ્ઞાન મળ્યું હતું ને? સિદ્ધચક્રની આરાધના કર્યા પછી, શ્રીપાલ અને મયણાસુંદરી વચ્ચે તત્ત્વ-ચર્ચા થતી હતી! મયણા જાણતી હતી કે શ્રીપાલ પરદેશ જશે તો તેની પાસે શ્રદ્ધા, જ્ઞાન અને સંયમ હોવાં જ જોઈએ.
મયણાએ શ્રીપાલને જિનશાસનનું કેવું અનુપમ તત્ત્વામૃત કરાવ્યું હશે, એની કલ્પના તો તમે કરો. આત્મા, કર્મ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર... નિર્જરા
બંધ-મોક્ષ.... ઇત્યાદિ તત્ત્વો કેવાં સમજાવ્યાં હશે અને કેવા સ્નેહથી સમજાવ્યાં હશે!
શ્રીપાલ પરદેશ ગયા ત્યારે મયણાએ અંતિમ ક્યાં વચનો કહેલાં તે જાણો
છો?
સભા : ખબર નથી.
મહારાજશ્રી : તો સાંભળ્યું શું?
સભા : સાહેબ, ભૂલી ગયા....
મહારાજશ્રી : આ વાત ભૂલવા જેવી છે? મયણાએ કહ્યું હતું કે ‘સ્વામીનાથ, આપ પરદેશ જઈ રહ્યા છો. સાથે હું નથી, પણ આપની પાસે એક દિવ્ય તત્ત્વ છે! એ છે સિદ્ધચક્રજી! શ્રી સિદ્ધચક્રજીને ક્યારેય ભૂલશો નહીં. સુખમાં કે દુઃખમાં, બેસતાં ને ઊઠતાં સિદ્ધચક્રજીને કદી ન ભૂલશો.’
અને બીજી વાત શી કહેલી?
‘સ્વામીનાથ, આપ પરદેશ જાઓ છો, પરંતુ આપની આ સેવિકાને ન ભૂલશો!'
ત્યારે શ્રીપાલે શો જવાબ આપ્યો હતો?
‘ભદ્રે, હું દુનિયાને હજુ ભૂલી શકું, પરમ ઉપકારી સિદ્ધચક્રજીને નહિ ભૂલું. સિદ્ધચક્રજીની આરાધના જેની સાથે કરી તે તને ભૂલું ખરો? વળી સિદ્ધચક્રજીની આરાધના આપણને જે મહાપુરુષે બતાવી, તે પરમકૃપાળુ ગુરુ ભગવંતને કદાપિ ભુલાય ખરા?
‘હું કોણ હતો? કોઢિયો..... ગામે ગામ રખડતો.... તેં મારો હાથ પકડ્યો.... મને નીરોગી બનાવ્યો... શરીરને નીરોગી બનાવ્યું, આત્માને નિર્મલ બનાવ્યો!
For Private And Personal Use Only