________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
શત્રુનું પણ અહિત ન કરવું, શત્રુ સંકટમાં હોય, અને તેને બચાવી શકાય એમ હોય તો બચાવવો. શત્રુને શત્રુ ન સમજવો.”
બીજી વાત : શ્રીપાલ, એક વખતના ઉપકારીના ઉપકારને કેવો યાદ રાખે છે! એ ઉપકારી જ્યારે શત્રુ બની ગયો છે, શત્રુતાપૂર્ણ વ્યવહાર કરે છે, ત્યારે પણ શ્રીપાલ એના અપરાધો જોતા નથી! ઉપરથી “આ ઉપકારી છે' એ યાદ રાખી એના પ્રત્યે મિત્રતાભર્યું જ વર્તન રાખે છે! તમે ઉપકારીને હમેશાં ઉપકારી સમજોને? કદાચ તે અપકાર કરે તો? એના અપકાર યાદ ન રાખતાં ઉપકાર જ યાદ રાખો ને? ઉપકારી કોણ?
૧. દુઃખ દૂર કરે તે ઉપકારી. ૨. સુખ આપે તે ઉપકારી.
એક વાર એક માણસે ઉપકાર કર્યો, પછી પ્રસંગવશ એણે તમારો અપકાર કર્યો.... તો એમાં શું યાદ રાખશો? ઉપકાર કે અપકાર? યાદ શું આવે? :
મા પુત્ર-પુત્રી પર ઉપકાર કરે છે ને? પછી દીક મોટો થાય, લગ્ન કરે, વહુ ઘરમાં આવે.... પછી તમારી મા અને તમારી પત્ની વચ્ચે મેળ ન જામ્યો, માએ બે શબ્દો તમને સંભળાવ્યા : “તું પત્નીઘેલો છે; પત્નીને જુએ છે, તેનું સાંભળે છે!” માએ કડવા શબ્દો સંભળાવ્યા. હવે માનો ઉપકાર યાદ આવે કે માના કડવા શબ્દો જ યાદ આવે? જો માતાનો ઉપકાર યાદ ન રહે તો સિદ્ધચક્રજીની આરાધના કેવી રીતે સફળતા આપે?
ધવલ શેઠના ઉપકારનો બદલો શ્રીપાલે કેવી રીતે વાળ્યો હતો, જાણો છો? રાજાના સૈનિકોએ ધવલને પકડીને મુકે ટાટ બાંધી દીધો હતો. શ્રીપાલે એ સૈનિકો સાથે યુદ્ધ કરીને ધવલને છોડાવ્યો હતો.
ધવલ શેઠ ભલે શ્રીપાલને પોતાના વહાણમાં બેસાડી એને પરદેશ લઈ ગયા હતા, અને એ રીતે ઉપકારી હતા, પરંતુ એ શ્રીપાલની પત્ની પર કુદષ્ટિ કરે, શ્રીપાલને સમુદ્રમાં ફેંકી દે, આ શું નાનોસૂનો અપરાધ કહેવાય? તે છતાં શ્રીપાલના હૃદયમાં ધવલ પ્રત્યે કોઈ રોષ નહીં... કોઈ દુર્ભાવના નહીં! શ્રીપાલનું હૃદય કેવું હશે? મયણાની જેમ શ્રીપાલનો પણ પરિચય કરવો પડશે!
For Private And Personal Use Only