________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
ર
કેવા સાધુ! પ્રભુ પ્રત્યે કેવી અપાર ભક્તિ! કેટલો સ્નેહ! આ બધું ક્યારે થાય? હૃદયમાંથી સંસારનો પ્રેમ દૂર થયો હોય, હૃદયમાં પરમાત્મા સિવાય કોઈનું સ્થાન ન હોય ત્યારે!
હૃદયમાં એવાં ખાનાં નથી કે એક ખાનામાં સ્ત્રી રાખો અને બીજા ખાનામાં ગુરુ! એક ખાનામાં મીઠાઈનો થાળ અને બીજા ખાનામાં ભગવાન! આવું ન બની શકે. હૃદય સંપૂર્ણ મંદિર બને, તે હૃદયરૂપી મંદિરમાં સિદ્ધચક્રની સ્થાપના કરો, પછી સાધુ પદનું ધ્યાન ધરો, પછી જુઓ પ્રભાવ!
હૃદયમાં કોણ?
પણ આપણા રંગઢંગ ન્યારા છે! હૃદયને ‘રિઝર્વ' રાખ્યું છે! તેમાં કોને બેસાડવા છે? કોનું ઉત્થાપન ક૨વું છે? કામ-ક્રોધાદિને અનાદિ કાળથી બેસાડ્યા છે ને? હવે કોને બેસાડવા છે? અનાદિકાળથી બેસાડ્યા છે, તેમનું ઉત્થાપન કરવું છે? શું તે માટે મુહૂર્ત જોઈએ છે? તો આજે સારુંમુહૂર્ત છે!
હૃદયમાં સિદ્ધચક્ર હોય, ઘરમાં ભલે બીજું બધું હોય! શ્રીપાળના હૃદયમાં સિદ્ધચક્રજી હતા, ને ઘરમાં મયણા હતી! મયણાના હૃદયમાં સિદ્ધચક્રજી હતા ને ઘરમાં શ્રીપાલ હતા!
શ્રીપાલ અને ધવલ શેઠ :
શ્રીપાલ ધવલ શેઠના હાથમાં પડ્યા. ધવલ શેઠ સાથે મુસાફરી કરી, ધવલ શેઠ પ્રત્યે શ્રીપાલનો દૃષ્ટિકોણ કેવો હતો? શ્રીપાલનો દૃષ્ટિકોણ નિર્મલ હતો. ‘મારા ઉપકારી ધવલ શેઠ! મને જહાજમાં લીધો; સાથે બેસાડ્યો, પરદેશ લાવ્યા.’
પણ ધવલ શેઠની બુદ્ધિ બગડી અને શ્રીપાલને અન્યાય કર્યો. કષ્ટ દીધું, સમુદ્રમાં ધક્કો પણ માર્યો! છતાં શ્રીપાલે ધવલ શેઠ પ્રત્યે જરાય અયોગ્ય વર્તાવ ન કર્યો.
પરદેશમાં શ્રીપાલે અન્ય રાજકન્યાઓ સાથે લગ્ન કર્યાં. શ્રીપાલની પત્નીઓ તરફ ધવલની કુષ્ટિ થઈ. જ્યાં સુધી શ્રીપાલ છે, ત્યાં સુધી એનું ધન અને એની સ્ત્રીઓ નહિ મળે,' માટે શ્રીપાલનું કાસળ કાઢવા શ્રીપાલને સમુદ્રમાં ધક્કો માર્યો. પણ તે વખતે શ્રીપાલના હૃદયમાં સિદ્ધચક્ર સિવાય કોઈ ન હતું! સંકટ સમયે તે જ યાદ આવે છે કે જેને હૃદયમાં બેસાડેલ હોય!
માનો કે ઘરમાં આગ લાગી, તમે બીજે કે ત્રીજે માળે છો, બહાર નીકળવું
For Private And Personal Use Only