________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧
બેચેન હતા. એ બોલતા હતા : ‘આ ગોશાળે શું કર્યું? તેણે તેજોલેશ્યા ભગવાન પર છોડી.... તેજોલેશ્યા ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈને ગોશાળાના જ શરીરમાં પ્રવેશી ગઈ.... પણ તેજોલેશ્યાના તાપથી ભગવાનનું શરીર કાળું પડી ગયું.... લેશ્યાની ગરમીથી લોહીના ઝાડા થવા લાગ્યા.... જુઓ, ત્રણ ભુવનના આધાર, જેમના પ્રભાવથી બીજા જીવોના ઉપદ્રવ શાંત થઈ જાય.... એવા પ્રભુને અશાતાનો ઉદય ?'
આ શબ્દો સિંહ અણગારના કાને પડ્યાં.... ધ્યાન પૂર્ણ થયા બાદ તે દોડ્યા પેલા વટેમાર્ગુ પાસે, અને પૂછ્યું :
‘શું થયું? ફરીથી કહો....'
મુસાફરે કહ્યું : ‘આપ તો જંગલમાં રહો એટલે શું ખબર પડે કે ભગવાન પર કેવો ઉપસર્ગ થયો? અરે, શરીરની ચામડી કાળી થઈ ગઈ, લોહીના ઝાડા થાય છે....’ આટલું બોલતાં વટેમાર્ગુની આંખમાં આંસુ ઊભરાયાં.... આંખો છલકાઈ ગઈ.... ત્યાં બેસી પડ્યા અને રડવા લાગ્યા.
‘મારા પ્રભુને આટલું બધું કષ્ટ?' આમ બોલીને સિંહ અણગાર જંગલમાં ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આ બાજુ ભગવાને ગૌતમને બોલાવ્યા અને કહ્યું: ‘હું ગૌતમ, બે સાધુઓને જંગલમાં મોકલો, સિંહ અણગાર રડી રહ્યા છે, તેમને અહીં લઈ આવે.’
બે સાધુઓ જંગલમાં પહોંચ્યા, સિંહ અણગાર ચોધાર આંસુએ રડી રહ્યા હતા; સાધુઓએ તેમને ભગવાનનો સંદેશો આપ્યો.
સિંહ અણગાર ભગવાન પાસે આવ્યા. ભગવાનના શ્યામ પડી ગયેલા શરીરને જોઈ રડી પડ્યા. તેમનું હૃદય ભરાઈ આવ્યું, આંખો રડી રડીને સૂજી ગઈ હતી.
ભગવાને કહ્યું : ‘આ કષ્ટ શરીરને છે, આત્માને નથી. ‘શરીર પરનું કષ્ટ વીતરાગના આત્મા ૫૨ અસર ક૨ી શકતું નથી. વીતરાગને રાગ ન હોય કે દ્વેષ ન હોય, તે તો રાગદ્વેષરહિત હોય.’
છતાંય સિંહ અણગારના મનની શાંતિ માટે કહ્યું : ‘રેવતી શ્રાવિકાને ત્યાં જાઓ, તેણે કોળાપાક બનાવ્યો છે, તે વહોરીને લઈ આવો. પણ એના પોતાના માટે જે બનાવેલો કોળાપાક છે, તે લાવજો.’
સિંહ અણગારનું મન પ્રસન્ન થયું. તેમણે પૂછ્યું : ‘તો પ્રભુ આ કષ્ટ દૂર થશે? લોહીના ઝાડા બંધ થશે? ભગવાને કહ્યું : ‘હા, મારા માટે તે ઔષધ છે.’
For Private And Personal Use Only